સમૂહ લગ્નોત્સવમાં સામાજિક તથા રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ
સુરત, તા.૩
ભગવાન ગૌતમ બુદ્ધ રાષ્ટ્રીય સાંસ્કૃતિક અને શૈક્ષણિક ટ્રસ્ટ, ચેરમેન અને માજી સ્થાયી સમિતિ સભ્ય સુરત મહાનગરપાલિકા સુરેશભાઈ સોનવણે ભારતીય બૌદ્ધ મહાસભા સુરત શહેર જિલ્લા પ્રમુખ ભીમરાવ સેંદાણેએ જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય મજૂર દિન અને ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના પાવન પર્વ પર બૌદ્ધ સમાજનું ૧૪મું સમૂહ મંગલ પરિણય મહોત્સવનું ભવ્ય આયોજન છત્રપતિ-ફુલે-શાહુ-આંબેડકર વિચાર મંચ હરિનગર-૩ ખાતે આવેલ મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ ઉધના સુરત ખાતે બપોરે બૌદ્ધ સમાજના ૧૫ નવ યુગલો પંચશીલ ત્રિશરણના મંત્રોચ્ચાર સાથે ડૉ. બાબા સાહેબ આંબેડકરજી અને તથાગત ભગવાન ગૌતમ બુદ્ધે બતાવેલ અષ્ટાંગીક માર્ગને અનુસરવા મંગલ પરિણય સૂત્રમાં બંધાયા હતા. આ પ્રસંગે શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, શિક્ષણ સંસ્થાના અગ્રણી સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ તથા બૌદ્ધ ભવક્ષુ સંઘે નવદાંપત્યોને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




