પાંચ પીર બાબાની વાર્ષિક ઉજવણી પ્રસંગે મુશાયરો યોજાશે
સુરત, તા.૩
છેલ્લા ૨૫ વર્ષથી બિનવારસી માનવ લાશોના પાર્થિવ શરીરને શહેર તેમજ જિલ્લા વિવિધ સ્થળોથી લાવી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મુકવા તેમજ કોઈપણ વાલી વારસ ન મળી આવે તો મૃતકની કોઈપણ ન્યાતજાત કે ધર્મના ભેદભાવ વગર કાયદાકીય કાર્યવાહી બાદ અંતિમવિધિ કરવાની સેવા તથા શહેરના વિવિધ માર્ગો ઉપર બિનવારસી હાલતમાં સારવાર માટે રઝળતાં માનવીઓને હોસ્પિટલની સારવાર અપાવવાની ઉત્તમ સેવા આપતી સંસ્થા એકતા ટ્રસ્ટ દ્વારા આગામી તા.૪-૫-૨૦૧૯ના રોજ રાત્રિના ૯.૦૦ કલાકેથી ચોકબજાર, સાગર હોટલ નવો રોડ, જુના દરબાર પાસે તાજ ટી સેન્ટરની બાજુમાં આવેલ આસ્તાના-એ-હૈદર, પાંચ પીર બાબાની વાર્ષિક ઉજવણી નિમિત્તે વિશ્વના નામાંકિત શાયર નઇમ અખ્તર ખાદમી (બુરહાનપુરી) તેમજ હાસ્યાના નામાંકિત શાયર સુંદર માલેગાંવી તેમજ શાહજહાં સાદ, દર્પણ સુરત, ફિરોઝખાન કાદરી, વસીમ મલીક તેમજ એડવોકેટ રોહન કિરીટ પાનવાલા સાંનિધ્યમાં એક ઉર્દુ મુશાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સર્વે શ્રદ્ધાળુઓને પધારવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



