સાગર ઠાકરનું શાલ ઓઢાડી સન્માન
સુરત, તા.૩
તાજેતરમાં જ સુરત ખાતે યોજાયેલા સમારંભ દરમિયાન ખ્યાતનામ સ્પોર્ટસમેન અને કોચ એવા બ્લેક બેલ્ટ ધારક સાગર ઠાકરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
ધૂમકેતુ ડાન્સ એકેડમીના ડીરેક્ટર રૂપે રાષ્ટ્રીય સ્તરના અનેક ડાન્સરો પેદા કરનાર સાગર ઠાકરે સતત ૮૨ દિવસો સુધી બારતભરમાં કાર ચલાવવી, લાંબા અંતર સુધી રિવર્સમાં કાર ચલાવવી તેમજ ટ્રેક્ટર ચલાવવા જેવા અનેક વિક્રમો સર્જ્યા છે. જે આધારે તેઓને બારડોલી ગૌરવ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. તાજેતરમાં જ તેઓને ઈન્ડિયા સ્ટાર આઈકોન એવોર્ડ ૨૦૧૯ પણ પ્રાપ્ત થયો હતો. જે સર્વે સિદ્ધિઓના આધારે જ સાગર ઠાકરનું રમત ચાહકોની વિશાળ હાજરી વચ્ચે સુરત ખાતેના કાર્યક્રમમાં શાલ ઓઢાડી સન્માન થયું હતું. જે પ્રસંગે તેમના વિશ્વવિક્રમી રમતવીર બેન સ્વાતિ, પત્ની ટ્વીન્કલ, માતા નીલાબેન તતા બંને બાળકો રૂદ્રાક્ષ અને રિધાન પણ હાજર રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



