ભીતરની સફાઈ માટે કોઈ વ્યક્તિ ચિંતિત નથી : પદ્મદર્શન વિજયજી

0
12

સ્વચ્છતા અભિયાન ચાલુ છે પણ
આઘાત્યત જગતનું સ્વચ્છતા અભિયાન સાર્થક કરવા અપીલ
સુરત, તા.૩
વિદર્ભ ખાતે શ્રી મલકાપુર સુમતિનાથ શ્વે.મૂ.પૂ. જૈન સંઘમાં પૂ. પંન્યાસ પ્રવર શ્રી પદ્મદર્શનજી મહારાજ આદિ શ્રમણ ભગવંતોની પાવન પધરામણી અને પ્રવચન થયું હતું. આ પાવન પ્રસંગે પૂ.પંન્યાસ શ્રી પદ્મદર્શનજી મહારાજે શ્રોતા વર્ગને સંબોધતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા અભિયાન જ્યાં ત્યાં પડેલા કચરાનું છે. એ માટે મ્યુનિસિપાલિટી અને નગરપાલિકા કાર્યરત છે. સ્વચ્છતા કરતાં પણ મહત્ત્વની સ્વસ્થતા છે. જો બાહ્ના અને ભીતરી સ્વચ્છતા આપણી પાસે નહીં હોય તો ઘણી મુશ્કેલીઓનું સર્જન થશે. ઘરનું આંગણું ચોખું રાખીએ પણ જા ઘરમાં જ ગંદકી હશે તો નહીં ચાલે. આજે બહારની સફાઈઓ પૂરજોશમાં ચાલી રહી છે પણ ભીતરી સફાઈ માટે કોઈપણ વ્યક્તિ ચિંતીત નથી. બધાને બહારની કચરાના ઢગલા દેખાય છે. અંદર રાગ દ્વેષની ખુંખાર પરિણતિના કોઈપણ કચરા દૃષ્ટિગોચર થતા નથી. બાહ્ના સૌંદર્ય કરતાં ભીતરી સૌંદર્ય મહત્ત્વનું છે. આંખોમાં લાગણી ભીનો આવકાર સ્મિતમાં સ્નેહભર્યો સત્કાર અને વાણીમાં વાત્સ્લયનો રણકાર આવશે તો જ અધ્યાત્મ જગતનું સ્વચ્છતા અભિયાન સાર્થક બનશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY