લ્યો બોલોઃ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કરતા તેમના ૩ વર્ષનાં પૌત્ર પાસે છ ગણી વધારે સંપત્તિ!

0
8

ત્રણ વર્ષના દેવાંશના નામે ૧૮.૭૧ કરોડની સંપત્તિ
અમરાવતી,તા.૨૨
આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી એન. ચંન્દ્રાબાબુ નાયડુ પાસે ૨.૯૯ કરોડની સંપત્તિ છે. પણ ત્રણ વર્ષનાં પૌત્ર નારા દેવાંશ પાસે નાયડુ કરતા છ ગણી સંપત્તિ વધારે છે. એટલે કે, મુખ્યમંત્રીનાં ત્રણ વર્ષનાં પૌત્ર પાસે ૧૮.૭૧ કરોડની સંપત્તિ છે. ચંન્દ્રબાબુ નાયડુનાં દકિરા અને રાજ્યનાં માહિતી મંત્રી નારા લોકેશે તેમની સંપત્તિ એક પત્રકાર પરિષદમાં જાહેર કરી હતી. ચંન્દ્બાબાબુ નાયડુનાં દિકરા લોકેશની સંપત્તિ એક વર્ષમાં વધીને ૧૫.૨૧ કરોડથી વધીરને ૨૧.૪૦ કરોડ પહોંચી ગઇ હતી.
આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રીની સંપત્તિમાં એક વર્ષમાં ૪૬ લાખ રૂપિયાનો વધારો થયો હતો અને તેમનું દેવુ ૫.૬૨ કરોડથી ઘટીને ૫.૩૧ કરોડ થયું હતું. તેમણે હાઉસીંગ લોન લીધેલી છે. તેમને ખરીદેલા ઘરની કિંમત હાલમાં ૮.૯૬ કરોડની થાય છે. આ ઘરની કિંમત ગયા વર્ષે ૭.૭૫ કરોડની હતી. એટલું જ નહીં, નાયડુનાં પત્ની ભુવનેશ્વરી તેમના પરિવારમાં સૌથી વધારે સંપત્તિ ધરાવતી વ્યÂક્ત છે. તેમની પાસે ૩૧.૦૧ કરોડ રૂપિયાની સંપત્તિ છે.
તેમની દેવું ૨૦.૯૦ કરોડથી વધીને ૨૨.૩૫ કરોડ રૂપિયા પહોંચ્યુ છે. લોકેશનાં પત્નિ બ્રાહ્મનીની સંપિતમાં ઘટાડો નોંધાયો છે. તેમની સંપત્તિ ૧૫.૦૧ કરોડ રૂપિયાથી ઘટીને ૭.૭૨ કરોડ રૂપિયા સુંધી પહોંચી છે.
જાકે, તેના દીકરા દેવાંશની સંપત્તિ જબરદસ્ત વધારો જાવા મળ્યો છે. દેવાંશની સંપત્તિમાં એક વર્ષમાં ૭ કરોડ રૂપિયાનો વધારો જાવા મળ્યો છે. હાલમાં ત્રણ વર્ષનાં દેવાંશનાં નામે ૧૮.૭૧ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY