ઉદ્યોગ ગૃહો સ્થાનિક રોજગારી નીતિનો અમલ કરે : વિજય રૂપાણી

0
256

રોજગાર ભરતી મેળામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ
સુરત, તા. ૨૭
આજે સવારે સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ઓદ્યોગિક મેળાનું આયોજન થયું જેમાં રોજગાર પત્રો અને એપ્રેન્ટીસશીપ કરાર એનાયત કરવામાં આવ્યા.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સવારે સાડા દસ કલાકે સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે એપ્રેન્ટીસશીપ યોજના તથા અૌદ્યોગિક ભરતી મેળામાં ઉપસ્થિત રહ્ના હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે સ્કીલ ડેવલોપમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ સેક્ટરમાં ગુજરાતના ઉત્કૃષ્ટ પ્રદાન માટે રાજ્ય સરકારની કટીબદ્ધતા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકાર ૮૫ ટકા સ્થાનિક રોજગારીની નિતીનું ચુસ્તપણે અમલીકરણ થાય તે માટે સંવેદનશીલતાથી વિશેષ કાળજી લઈ રહી છે. રાજ્યના મોટા ઓદ્યોગિક એકમો પણ સરકારની આ નીતિનું ચુસ્તપણે પાલન કરે તે માટે વહીવટી તંત્રને સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં કુલ ૪૮ રોજગાર કચેરીઓ કાર્યરત છે. દરેક જિલ્લામાં ૩૩ અને ૫ અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે તથા ૮ યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન તેમજ અમદાવાદ અને જામનગર જિલ્લા ખાતે ૨ મહિલા માટેની વિશેષ રોજગાર કચેરીઓ શરૂ કરવામાં આવી છે. આજે આયોજિત કાર્યક્રમમાં ૫૪ નોકરીદાતાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં ૧૨ સ્કીલ પ્રોવાઈડરો હતા. નોકરીદાતાઅો દ્વારા કુલ ૨૨૫૯ જેટલી જગ્યાઓ ખાલી હોવાનું જણાવ્યું હતું. વાર્ષિક ૧ લાખથી ૮ લાખ સુધીનો પગાર ઓફર કરવામાં આવ્યો હતો. આ ઓદ્યોગિક મેળાનો મુખ્ય હેતુ શાળા છોડી ચાલ્યા ગયેલ, આઈટીઆઈ પાસ, ડિપ્લોમા ડિગ્રી પાસ, એસએસસી, એચએસસી, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોને ઘરઆંગણે રોજગારી પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY