મોડી રાત્રે ડુમસ રોડ સ્થિત વી.આર. મોલની બે દુકાનોમાં આગ લાગી

0
18

સુરત, તા.૩
મોડી રાત્રે દોઢ વાગ્યાના સુમારે ડુમસ રોડ પર આવેલ વી.આર. મોલમાં આગ લાગતા ફાયર સ્ટાફે તાત્કાલિક સ્થળ ઉપર પહોîચીપડેલા બીજા માળના દુકાનના કાચ તોડીને આગ, ધૂમાડો કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.ï
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત રાત્રે ૧.૨૭ કલાકે વી.આર. મોલમાં ઈલેકટ્રીક શોર્ટ સર્કિટથી આગ લાગતાં ફાયર ઓફિસર બોરત્સે સ્ટાફ ઘટના સ્થળે પહોîચ્યા હતા. પહેલાં અને બીજા માળે ધુમાડો દેખાયો હતો. તેથી ફાયર કન્ટ્રોલમાં જાણ કરીને વધારાની ત્રણ ગાડીઓ મગાવવામાં આવી હતી. દુકાન નં. ૨૦૬ અને ૨૦૫ના કાચ તોડીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગના લીધે ઇલેકટ્રીક વાયરીંગ, લાઈટ વાયરીંગ સેલ, એસ્કેલેટર, ઈલેકટ્રીક ચેનલ, એસી, સેફ સીએચસી, વાયફાઈ સેટને નુકસાન થયું છે. આગ ધુમાડો અને પાણીથી વુડન ફલોરીંગને નુકસાન થયું છે. તેમજ આર્ટ કલર ડેમેજ થયો છે. મોલની દિવાલોને ધુમાડાથી નુકસાન થયું છે. દુકાનોની પીઅોપીને પણ નુકસાન થયું છે. ફાયર સ્ટાફે ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. મોડી રાત્રે બનાવ બન્યો હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ જા દિવસ દરમિયાન બનાવ બનતે તો મોટી જાનહાનિ થઈ શકી હોત. આગનું પ્રાથમિક કારણ ઈલેકટ્રીક શોર્ટ સર્કિટ માનવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY