રામપુરા પંપીગ સ્ટેશન પાસે રાત્રે ધોબીની દુકાનમાં આગ

0
8

સુરત, તા.૩
ગત મોડી રાત્રે ૨ વાગ્યાના સુમારે રામપુરા પંપીગ સ્ટેશન પાસે આવેલા કૈલાસ ડ્રાયક્લિનર્સ દુકાનમાં ઈલેકટ્રીક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત રાત્રે ૨ વાગે રામપુરા પંપીગ સ્ટેશન પાસે રાજાવાડી ચંદુલાલ શેઠની શેરીમાં આવેલ પ્રવીણચંદ્ર ચૌહાણની કૈલાસ ડ્રાય ક્લિનર્સમાં આગ લાગી હતી. મીટર પેટીમાં શોર્ટ સર્કિટ થતા લાગેલી આગથી, ટેબલ, અસ્ત્રી, કપડા, ફર્નિચરનો જથ્થો આગમાં સંપૂર્ણ બળી ગયો હતો. આગથી કોઇપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ફાયર ઓફિસર મહેશ પટેલના જણાવ્યા અનુસાર આગનું કારણ મીટર પેટીમાં ઈલેકટ્રીક શોર્ટસર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. આગથી આજુબાજુના દુકાનોને બચાવી લેવામાં સફળતા મળી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY