સુરત, તા.૩
ખોલવડ ગામમાં સોસાયટીના ગાર્ડનમાં થતા કાર્યક્રમોના ઘોîઘાટથી ત્રાસી જઈ પરિણીતાએ વાંદા મારવાની દવા ચાંટી ગઈ હતી.
કામરેજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કામરેજ ખોલવડ ગામમાં અમૃતકુંજ સોસાયટીમાં રહેતી ઈશીતાબેન બીપીનભાઈ પરમાર (ઉ.વ. ૨૭)એ ગત તા.ï ૨/૫/૧૯ના રોજ વાંદા મારવાની દવા હાથમાં લઈને ચાંટી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસે ઈશીતાબેનની પૂછપરછ કરતાં તેણીએ જણાવ્યું હતુંï કે, ઘરની પાસે સોસાયટીનું ગાર્ડન આવેલું છે. આ ગાર્ડનમાં સોસાયટીના બધાં જ કાર્યક્રમો થતા હોય ઘોઘાટને કારણે ઊંઘ આવતી ન હતી અને બેચેની જેવું લાગતુ હતું જેથી દવા પી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.કામરેજ પોલીસે જાણવા જાગ નોધ લીધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



