સુરત,તા.૪
ગુજરાતમાં ચાર મોટા એવા શહેરોમાં સુરત સીટીનું સ્થાન મોખરે છે. પણ તેની સામે હાલમાં સુરત શહેરની જે સ્થિતિ જોવા મળી રહી છે તે પરથી લાગી રહ્યું કે આવનારા સમયમાં કદાચ સુરત સીટી ગુજરાતનું ક્રાઇમ રેટનું પ્રથમ સીટી હશે.
કારણ કે ગંભીર કહેવાતા ગુનાઓ સુરતમાં સતત બની રહ્યા છે. આને રોકવા માટે સુરત પોલીસ સંપૂર્ણ પણે નિષ્ફળ ગઈ છે. ત્યાં વરાછા પોલીસને માહિતી હતી કે વરાછા,સરથાણા, કાપોદ્રા વિસ્તારમાં રાહદારીઓના મોબાઈલ ઝૂંટવી જતી ગેંગના કેટલાક ઈસમો મોબાઈલ ફોન વેચવા માટે અવવાના છે. માહિતીના આધારે વરાછા પોલીસે વોચ ગોઠવી ૫ ઇસમોની અટકાયત કરી હતી.
તેમની તલાશી લેતા તેમની પાસેથી અલગ અલગ મોબાઈલ સ્નેચિંગ કરેલા કુલ ૨૦ મોબાઈલ ફોનો મળી આવ્યા હતા. જાપોલીસ તપાસ કરેતો આ એક મસ મોટું કૌભાંડ બહાર આવે તેવું છે. પણ સુરત પોલીસ માત્રને માત્ર આરોપીઓને પકડ્યા બાદ તેમનું જાણે કામ પુરું થયું હોય તેમ પ્રાથમિક તપાસ કરી વાર્તા પૂર્ણ કરતી હોય છે.
વરાછા પોલીસે આ ૫ ઈસમોની ધરપકડ કરી ૨૦ મોબાઈલ ફોન કબ્જે કર્યા છે ત્યારે પોલોસ આ પાંચે ઇસમોની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરશે. આ ઈસમો દ્વારા શહેરમાં બીજા કેટલા ગુનોને અંજામ આપ્યો તે દિશમાં તપાસ કરશે. વધુમાં વરાછા પોલીસના ૩ ગુનાનો ભેદ ઉકેલાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



