નારાયણ સાંઈને સજા ફટકારનાર જજ પી.એસ ગઢવીનું સન્માન કરાયું

0
5

સુરત,તા.૪
લંપટ નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફાટકારનાર સુરત સેશન એડિશનલ જજ પીએસ ગઢવીની કચ્છ-ભુજ બદલી કરવામાં આવી છે. ધાર્મિકતાના સિંહાસન પર બેસી લોકોની આસ્થા જાડે ખીલવાડ કરતા નારાયણ સાંઈને સજા સંભળાવવામાં પીએસ ગઢવીએ સત્યનો સાથ આપી નિર્ભયપણે ચુકાદો સંભળાવ્યો હતો. તેમના આ કાર્યને લઈ સમગ્ર ગુજરાતનો ગઢવી સમાજ એક ગૌરવપૂર્ણ લાગણી અનુભવી રહ્યું અને આ પ્રસંગે તેમનું સુરત ખાતે સમાજના મોભીઓ દ્વારા ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું છે.
સુરતની સાધિકા સાથે દુષ્કર્મ અને મારઝૂડ કેસમાં છેલ્લા છ વર્ષથી ચાલી રહેલા આ કેસનો ચુકાદો સુરત નામદાર સેશન કોર્ટના એડિશનલ જજ પી.એસ.ગઢવીએ સંભળાવ્યો હતો. મહત્વપૂર્ણ અને બહુચર્ચિત આ કિસ્સામાં પી.એસ.ગઢવીએ એક જજની ભૂમિકા નિર્ભય અને સત્યનો સાથ આપી પૂરી કરી હતી. જ્યાં ધર્મની આડમાં ભક્તોની આસ્થાની લાગણી વડે ખીલવાડ કરતા નારાયણ સાંઈ સહિત કુલ પાંચ આરોપીઓને સજા ફટકારી હતી. આ કેસમાં સેશન કોર્ટના જજ પીએસ ગઢવીએ સમાજમાં એક દાખલો બેસાડવા લંપટ નારાયણને આજીવન કેદની સજા ફટકારી હતી.પી.એસ.ગઢવીના આ નેક કાર્યને સમસ્ત ગઢવી સમાજ એક ગૌરવની લાગણીશીલ અનુભવી રહ્યું છે. જે પ્રસંગે શુક્રવારે ઓલપાડ તાલુકાના શેરડી કનોજ ગામે આવેલ મંદિરના પટાંગણમાં તેમનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY