આ પ્રવાસની આપેલી છૂંટમાં પાક,અફઘાનિસ્તાન,ચીનના નાગરિકોને બાકાત કરવામાં આવ્યા
ન્યુ દિલ્હી,તા.૨૪
સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ વિદેશી સહેલગાણીઓ હવે દેશની અમુક અદ્ભુત જગ્યાના સૌંદર્યને માણી શકશે જ્યાં જવા માટે પહેલા પ્રતિબંધ હતો અથવા તો ખાસ સંમતિપત્ર મેળવવો પડતો હતો. જાકે આ પ્રવાસની આપેલી છૂટમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીનના નાગરિકોને બાકાત કરવામાં આવ્યા છે.
ફોરેનર્સ (પ્રોટેકટેડ એરિયા) ઓર્ડર ૧૯૫૮ હેઠળ ભારતની ઈનરલાઇનથી બોર્ડર લાઇન સુધીના અમુક વિસ્તારોને રક્ષણ હેઠળના વિસ્તારો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કીમ, ઉપરાંત હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરની સરહદનો સમાવેશ થાય છે. જેમાંના કેટલાક વિસ્તારો પ્રતિબંધિત પણ જાહેર કરવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ અન્ય વિસ્તારોમાંથી પણ પીએપી (પ્રોટેક્ટેડ એરિયા પરમિટ) હટાવી લેવાની વિચારણા હાથ ધરવામાં આવી છે, પરંતુ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીનના નાગરિકો માટે આ તમામ વિસ્તારોમાં પ્રવેશ માટે પ્રતિબંધ રહેશે. જ્યારે અન્ય વિદેશીઓ માટે પહેલી એપ્રિલથી નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરમાં પ્રવેશબંધી ખસેડી લેવામાં આવી છે.
ગાઈડલાઇન મુજબ વિદેશી નાગરિકોને પીએપી વિસ્તારોમાં કોઈ ખાસ હેતુ અને પરવાનગી વગર પ્રવેશ આપવામાં આવતો નથી. ભુતાન સિવાયના તમામ વિદેશી નાગરિકોએ રક્ષિત તથા પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ માટે જે તે સરકાર તરફથી ખાસ સંમતિપત્ર મેળવવો પડતો હતો. અમુક ખાસ સંજાગોમાં સંમતિપત્ર માટે ગૃહખાતા તરફથી મંજૂરી પણ મેળવવી પડતી તમામ કાર્યવાહી મુલાકાતના આઠ અઠવાડિયા પહેલા કરવી પડતી હતી. સરકારે હવે પ્રવાસ વિભાગને પ્રોત્સાહિત કરવા ખાસ સંમતિ લેવાની કાર્યવાહીમાંથી મુક્તિ આપી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"