લીંબાયત ઝોને સાગર માર્કેટમાં છાપો મારતા ૧૦૦ જેટલી દુકાનો ટપોટપ બંધ
સુરત, તા.૪
ગતરોજ આંજણા વિસ્તારમાંથી પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાલિસટકનો કારખાનું સીલ કરીને ૨૧૦૦ કિલો જથ્થો જપ્ત કર્યો હતો. આજે સવારે ૯ કલાકથી પાલિકાની ટીમ સાગર માર્કેટમાં દરોડા પાડવા જતા એક પણ દુકાનના શટર ખુલ્યા નથી.
લીંબાયત ઝોનના નાયબ આરોગ્ય અધિકારી સંજય દાસના જણાવ્યા અનુસાર ગતરોજ આંજણા વિસ્તારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો કારખાનામાં છાપો મારવામાં આવ્યો હતો. ૨૧૦૦ ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક (૫૦ માઈક્રોનથી ઓછુ) જથ્થો જપ્ïત કરીને કારખાનુ સીલ કરાયું હતું. આજે સવારે ૯ કલાકથી પાલિકાની ટીમ સાગર ટેક્ષટાઈલ માર્કેટમાં દરોડા પાડવા ગઈ હતી. રઘુકુળ માર્કેટ સામે ખાડી કિનારેઅ આવેલસાગર માર્કેટની મોટા ભાગની દુકાનોïમાં પેકેઝિંગ મટેરિયની દુકાનો આવી છે. પાલિકાની ટીમને જાઈને આજે સવારથી સાગર માર્કેટના વેપારીઓએ દુકાન સ્વૈચ્છિક રીતે બંધ રાખી હતી. વ્યાપારીઓ દ્વારા એકત્રીત થઈને મનપા કમિશનરને મળવા જવાની તૈયારી કરી રહ્ના છે. લીંબાયત ઝોનના આરોગ્યત્રિશ્વવિભાગ દ્વારા આગામી દિવસોમાં શેરની અન્ય માર્કેટોમાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકની તપાસ થાય તેવી શક્તા છે. માર્કેટના વેપારીઑમાં ફફડાટ વ્યાપી ગયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




