એમસીએમસીની મંજૂરી પછી જ જાહેર ખબર પ્રસિદ્ધ કરાવવી
સુરત, તા.૧૨
રાજકીય પક્ષો, ઉમેદવાર, વ્યકિત, સંગઠન કે સંસ્થા દ્વારા વિજાણું માધ્યમોમાં રાજકીય પ્રકારની જાહેરાતો પ્રસારિત કરતાં પહેલાં રાજ્ય/જિલ્લા કક્ષાની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટિ (MCMCM) સમક્ષ પૂર્વમંજૂરી માટે રજૂ કરવાની જોગવાઈ છે. આ પ્રકારની જાહેરાતોમાં પ્રિન્ટ મીડીયાનો સમાવેશ થતો નથી. પરંતુ મતદાનના દિવસે તેમજ મતદાનના આગલા દિવસ એટલે કે તા.૨૨-૦૪-૨૦૧૯ અને ૨૩-૦૪-૨૦૧૯ દિવસે રાજકીય પક્ષો, ઉમેદવારો, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા, સંગઠન દ્વારા પ્રિન્ટ મીડિયામાં જાહેરાત આપતાં પહેલાં રાજકીય પક્ષે રાજ્ય કક્ષાની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટિ (MCMC) સમક્ષ તથા ઉમેદવાર પોતે, ઉમેદવારની તરફેણમાં કોઈ વ્યકિત, સંસ્થા કે સંગઠને જિલ્લા કક્ષાની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટિ સમક્ષ પૂર્વ મંજૂરી માટે રજૂ કરવાનો કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે તેમ સુરત જિલ્લા ચુંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




