બુટલેગરના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો

0
21

સુરત, તા.૪
ઓલપાડ-ભાંડુત ગામના એક બુટલેગરના મકાનમાંથી ૧૮૫ નગર નંગ વિદેશી દારૂની બોટલો જપ્ïત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસને રેઈડ જાઈને બુટલેગર ફરાર થઇ ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યચા અનુસાર અોલપાડ તાલુકાના ભાંડુત ગામના ખડકી ફળિયામાં યોગેશ મોહનભાઇ પટેલ રહે છે. વિદેશી દારૂનો જથ્થો રાખી યોગેશ વેચાણ કરી રહ્ના હોવાની મળેલી એક બાતમીના પગલે ઓલપાડ પોલીસે તેમના ઘરે દરોડા પાડી વગર પાસ પરમીટની ૧૮૫ નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. જોકે, પોલીસના દરોડા દરમિયાન આરોપી બુટલેગર યોગેશ પટેલ ફરાર થઈ જતા તેને પોલીસ ચોપડે વોન્ટેડ બનાવાયો હતો. ૧૮૫ નંગ વિદેશી દારૂની બોટલોની કિંમત રૂ. ૨૫,૮૦૦ થાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY