મુંબઈ,તા.૧૧
બોલીવુડમાં #MeToo અભિયાન તેજ રફ્તારથી આગળ વધી રહ્યું છે, હવે એની ઝપેટમાં બોલીવુડનો મશહૂર અભિનેતા રીતિક રોશન પણ આવી ગયો છે. રોજ જાતીય શોષણના આરોપમાં એક સેલેબ્રિટીઝનું નામ જાડાતું જાય છે. પોતાના બેબાક નિવેદનો માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌતે MeToo કેમ્પેઈનમાં રીતિક રોશનનું નામ જાડીને સૌને હેરાન કરી દીધા છે. કંગના રનૌતે કહ્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એવા કેટલાય લોકો છે જે છોકરીઓને ખોટા વચન આપે છે, લગ્ન કે કામનું બહાનું
આપીને એ સંબંધો બનાવે છે. એ પણ હેરેસમેન્ટ કેટેગરીમાં આવે છે. એવા લોકો પોતાની પત્નીને ટ્રોફી જેમ રાખે છે અને યંગ ગર્લ સાતે સંબંધ બનાવી લે છે, લગ્નના ખાટા વાયદા કરે છે, પછી પાગલ સાબિત કરે છે. બાદમાં કંગનાએ રીતિક રોશનનું નામ લેતે કહ્યાં કે, આ વાત હું એની(રીતિક)નું જ કરું છું. એની સાથે કોઈએ કામ કરવું જાઈએ નહીં. એવા લોકોનો બાયકોટ કરવો જાઈએ.
અત્રે ઉલ્લેખનીય છે, કંગના રનૌતે વિકાસ બહલ પર તાજેતરમાં આક્ષેપ લગાવ્યા હતા. આ ઉપરાંત કંગનાએ રીતિક પર પહેલાં પણ ગંભીર આક્ષેપો મૂક્યા હતાં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





