બે ટ્રકોમાં ભરેલો ૧૨ લાખનો માલ સગેવગે કરી દેવાયો

0
7

સુરત, તા.૪
પલસાણા સંતોષ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી બે ટ્રકોમાં ભરેલા રૂ. ૧૨ લાખનો માલ બારોબાર વેચી દઈ વેપારી સાથે વિશ્વા.સઘાત કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પલસાણા પોલીસ મથકમાં નોધાયો હતો. પોલીસે આઈપીસી-૪૦૮, ૧૧૪ મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનના રાજસંમદ જિલ્લાના વતની અને હાલમાં વાપી- સેલવાસ રોડ પર રહેતા ભાનુપ્રકાશ ખત્રીએ પલસાણા પોલીસ મથકમાં નોîધાવેલી એક પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી મોહંમદ ઈરફાન મોહંમદ રફીકે પોતાની ટ્રક નંબર જીજે-૧૫-એટી-૩૯૯ તથા મહેબૂબ આલમ આવી છે પોતાની ટ્રક નંબર જીજે-૧૫-એટી ૮૧૯૯ પલસાણા ચાર રસતા સંતોષ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી. આ બંને ટ્રકોમાં હજીરાની કંપનીમાંથી માલ ભરાવીને લાવ્યા હતા. ગત તા. ૨૯મી એપ્રિલના રોજ રાત્રિના સુમારે આ બન્ને ટ્રક ચાલકોïએ ટ્રકમાં ભરેલા રૂ. ૧૨ લાખના માલ બારોબાર સગેવગે કરી વિશ્વાસઘાત કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY