વલ્લભીપુર પોલીસ સ્ટાફે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને કુલ રૂપીયા ૧૦,૦૮૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ.

0
132

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  પી.એલ.માલ  તેમજ પાલીતાણા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક  આર.ડી.જાડેજા ના માર્ગદર્શન મુજબ વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. સી.જી.જોષી સાથે પો.સ્ટાફના A.S.I. કે.યુ.ડોડીયા તથા પો.કોન્સ.ભગવાનભાઇ સાંબડ તથા પો.કોન્સ.અશોકભાઇ ધાંધલા તથા ડ્રા.પો.કોન્સ.મયુરસિંહ ગોહીલ એ રીતેના વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ-જુગાર ડ્રાઇવ સબબ આજરોજ તા.૨૩/૦૬/૨૦૧૮ ના કલાક ૧૫/૦૦ વાગ્યાથી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ. સી.જી.જોષી ને બાતમી રાહે હકીકત મળેલ કે,કાળાતળાવ ગામની પાણીની ટાંકી પાછળ અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી જાહેરમાં પૈસા-પાના વતી હાર-જીતનો તીન પતીનો જુગાર રમતા હોય જેથી પંચો સાથે બાતમીવાળી જગ્યાએ કોર્ડન કરી તમામ ઇસમોને પકડી લીધેલ, જેમાં……….
(૧) મનજીભાઇ મેઘજીભાઇ સોલંકી જાતે-કોળી ઉ.વ.૬૦
(૨) જીવરાજભાઇ લાલજીભાઇ મકવાણા જાતે-કોળી ઉ.વ.૪૫
(૩) રમશેભાઇ બીજલભાઇ સોલંકી જાતે-કોળી ઉ.વ.૪૦
(૪) રાહુલભાઇ જીવરાજભાઇ મકવાણા જાતે-કોળી ઉ.વ.૨૬
(૫) પ્રકાશભાઇ ખોડાભાઇ મકવાણા જાતે-કોળી ઉ.વ.૩૬
(૬) પ્રકાશભાઇ જીવરાજભાઇ મકવાણા જાતે-કોળી ઉ.વ.૨૮
રહે.તમામ, કાળાતળાવ તા.વલ્લભીપુર વાળાઓને જાહેરમાં રોકડ રૂપીયા ૧૦,૦૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ મુજબ વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડે ફરીયાદ આપી તમામને પો.સ.ઇ. સાહેબે કલાક ૧૬/૩૦ વાગ્યે ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ સમગ્ર કામગીરમાં વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. સી.જી.જોષી  તથા ASI કે.યુ.ડોડીયા, પો.કોન્સ.ભગવાનભાઇ સાંબડ તથા પો.કોન્સ.અશોકભાઇ ધાંધલા તથા ડ્રા.પો.કોન્સ.મયુરસિંહ ગોહિલ જોડાયેલ હતા.

રિપોર્ટર શિહોર સલીમભાઈ. 9898656859

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY