પટના જંક્શન પર દુર્ઘટના, વેઇટિંગ રૂમની દીવાલ પડતા એક યાત્રીનું મોત

0
38

પટના,તા.૭
રેલવેમાં દરરોજ દુર્ઘટનાના અનેક બનાવો સામે આવતા હોય છે. આજે (મંગળવારે) પટના રેલવે પ્લેટફોર્મ પર થયેલી એક દુર્ઘટનામાં એક વ્યÂક્તનો જીવ ગયો છે. પટના જંક્શન પર મંગળવારે સવારે પ્લેટફોર્મ નંબર એક પર આવેલા વેઇટિંગ રૂમની દીવાલ પડી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મુસાફરનું મોત થઈ ગયું હતું.
ઘટનાની જાણકારી મળ્યા બાદ જીઆરપીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યાત્રીના મૃતદેહને કાટમાળમાંથી બહાર કાઢીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરાશાયી થયેલી દીવાલ ખૂબ જર્જરિત હાલતમાં હતી. આ અંગે રેલવે તંત્રને અનેક ફરિયાદ પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ જવાબદાર અધિકારી તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે મંગળવારે સવારે પટના જંક્શન સ્ટેશન પર બનેલા વેઇટિંગ રૂમના બાથરૂમની દીવાલ પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં વીર બહાદુરસિંહ નામના એક મુસાફરનું મોત થઈ ગયું હતું. વીર બહાદુર વૈશાલીના મહાનારના નિવાસી હતા અને હાવડા જઈ રહ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY