સુરત, તા.૨૮
ઉત્તર ભારત અને જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલ હિમવર્ષાના પગલે ઉત્તર દિશાથી હિમ પવનની અસર સમગ્ર રાજ્યમાં જાવા મળી રહી છે. રાજ્યના પાંચ-છ શહેરોમાં સિંગલ ડિજીટમાં તાપમાન નોîધાતા શિયાળો જામી રહ્ના છે. દક્ષિણ ગુજરાત આજે પણ ઠંડીમાં ઠુંઠવાયું છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૨૭.૬ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૩ ડીગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૩૮ ટકા અને હવાનું દબાણ ૧૦૧૭.૩ મિલીબાર નોધાયુ છે. શહેરમાં સવારથી જ ઉત્તર દિશાથી કલાકના ૬ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફુંકાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીએ આજે અઢી ડીગ્રી તાપમાન વધ્યુ છતાં પણ પવનના લીધે ઠંડીની અસર યથાવત છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ન્યુનતમ તાપમાન ૯.૫ ડીગ્રી નોîધાયું છે. જે ગતરોજ ૪.૫ ડીગ્રી નોધાયું હતું. તાપમાનમાં સડસડાટ ૫ ડીગ્રીનો વધારો થયો હોવા છતાં પણ ઠંડીની અસર યથાવત રહી છે.
વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ન્યુનતમ તાપમાન ૮.૫ ડીગ્રી નોîધાયું છે. જે ગતરોજ ૯ ડીગ્રી નોîધાયું હતું. વલસાડમાં ગતરોજની સરખામણીએ આજે તાપમાનમાં નજીવો ઘટાડો થયો છે. છતાં પણ ઠંડીનો ચમકારો ગતરોજની સરખામણીએ આજે વધ્યો છે. ઉત્તર દિશાથી ફુંકાઈ રહેલ ઠંડા પવનના લીધે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શીત લહેર છવાઈ છે. આગામી બે ત્રણ દિવસ સુધી તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



