વેરા વધારો નહીં કરવા સુરત શહેર કોગ્રેસનું કમિશનરને અલ્ટીમેટમ

0
6

આકરો વેરા વધારો થશે તો સુરત કોગ્રેસ આંદોલન કરશે : બાબુભાઈ રાયકા
સુરત, તા.૨૮
સુરત મહાનગરપાલિકાના નવા વર્ષના ડ્રાફ્ટ બજેટને મનપા કમિશનર એમ. થેન્ïનારસન આખરી ઓપ આપી રહ્ના ચે, ત્યારે આ વર્ષે મોઘવારીમાં પીસાતી પ્રજાના માથે આકરા વેરા વધારો કરવામાં ન આવે એ માટે સુરત જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ બાબુભાઈ રાયકાએ કમિશનરને પત્ર પાઠવી અલ્ટીમેટમ આપ્યું છે.
પત્રમાં જણાવ્યા મુજબ હાલ આપ સુરત મહાનગરપાલિકાના નવા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના ડ્રાફ્ટ બજેટને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છો, આ તબક્કે સુરત શહેર જિલ્લા કોગ્રેસ સમિતિ અલ્ટીમેટમ આપે છે કે, નવા વર્ષના આ ડ્રાફ્ટ બજેટમાં સુરત શહેરની પ્રજાના માથે કોઈપણ પ્રકારના આકરા વેરા લાદવામાં આવે નહીં. આપને સૂચિત કરવામાં આવે છે કે પ્રજાના પૈસે તાયફાઓ કરી તાકડધીન્ના કરતા ભાજપ શાસકોના ઈશારે કર અને દરમાં આકરો વધારો ઝીંકવામાં આવશે તો અમો પ્રજાહિતમાં ફરીથી ઉગ્ર આંદોલન કરી વેરા વધારો પાછો ખેચવાની ફરજ પાડવામાં આવશે.
અત્રે નોîધનીય છે કે આપ એ વર્ષ ૨૦૧૮-૧૯માં રજૂ કરેલ રૂ.૫૩૭૮ કરોડના ડ્રાફ્ટ બજેટમાં આ શહેરની પ્રજ માથે રૂ.૫૩૦ કરોડથી પણ વધારે કરવેરાનો બોજા ઝીંક્યો હતો. આ કરવેરા વધારા સામે સુરત શહેર જિલ્લા કોîગ્રેસ સમિતિને આંદોલન કરવાની ફરજ પડી હતી. તેમજ સુરત મહાનગરપાલિકાની બજેટ સભામાં કોîગ્રેસ પક્ષે ઉગ્ર વિરોધ નોîધાવતા આ પ્રજાહિતના કોîગ્રેસ પક્ષના આંદોલનને કારણે ઝુંકવુ પડ્યું હતું અને રૂ.૪૩૦ કરોડ જેટલો ઘટાડો કરવાની ફરજ કોગ્રેસ પક્ષે પાડી હતી.
ત્યારે આગામી ડ્રાફ્ટ બજેટમાં ગત વર્ષે ઘટાડવામાં આવેલા આ આકરા કરવેરા ફરીથી લાગુ કરવામાં ન આવે તેવી અમો પ્રજાહિતમાં આપને રજૂઆત કરીએ છીએ. ભાજપ શાસકોના રાજમાં આસમાને પહોîચેલી મોîઘવારીમાં પીસાતી પ્રજાના માથે આકરા કરવેરાનો વધારો ઝીંકવામાં ન આવે તેવી અમારી લાગણી અને માંગણી કરીએ છીએ. આ તબક્કે ભાજપ શાસકો દ્વારા વારંવાર તાયફાઓ કરી પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં આવે છે એની પર અંકુશ મુકવાની જરૂર છે જેના કારણે મનપાની તિજેરી પર જે વધારાના ખર્ચનો બોજા પડે છે એ રૂપિયા પ્રજાહિતમાં વાપરી શકાય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY