સુરતમાં સાંજે તાપમાનનો પારો ૩૬ ડિગ્રીએ પહોંચશે
સુરત, તા.૭
મે મહિનાના બીજા સપ્તાહ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ સામાન્ય કરતા ઓછુ છે. આગામી દિવસોમાં પવનની ગતિ ઉત્તર દિશા તરફની થવાની સાથે તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે બપોરે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૫.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૬.૯ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ વધીને ૭૮ ટકા થયું છ. જ્યારે હવાનું દબાણ ૧૦૦૯.૫ મીલીબાર નોંધાયું છે. શહેરમાં દક્ષિણ પિમ દિશાથી કલાકના ૬ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે.
નવસારીમાં અધિકત્તમ તાપમાન ૩૪.૫ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૨.૫ ડિગ્રી નોંધાયું છે. વલસાડમાં અધિકત્તમ તાપમાન ૩૨.૯ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૩.૧ ડિગ્રી નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભેજનું પ્રમાણ વધતા બપોરના સમયે ઉકળાટ અને બફારાનો અનુભવ થયો હતો આગામી દિવસોમાં પવનની દિશા ઉત્તર તરફની થવા સાથે ગરમીનો પારો ૩ થી ૪ ડિગ્રી સુધી વધે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



