સાસરિયા વિરુદ્ધ પરિણીતાની પોલીસ ફરિયાદ
સુરત, તા.૭
મોટા વરાછા મારૂતિધામ સોસાયટી ખાતે રહેતી એક વેપારીની પરિણીત પુત્રી પાસે રૂ. ૧૦ લાખના દહેજની માંગણી કરી પતિ સહિત સાસરિયાઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ પુણા પોલીસ મથકમાં નોંધાયો હતો. પુણા પોલીસે દહેજનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના વતની અને હાલમાં પર્વત પાટિયા આઈમાતાના ચોક પાસે રહેતા હરીભાઈ સવજીભાઈ વઘાસિયાની પુત્રીના લગ્ïન મોટા વરાછા મારૂતિ ચોકમાં રહેતા કાંતિભાઈ રાજપરા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન પતિ કાંતિભાઈ ગૌરીબેન રાજપરા, પ્રણવ રાજપરા તથા મેઘાબેન રાજપરા વિગેરેઓએ દહેજ પેટે રૂ. ૧૦ લાખની માગણી કરી શારીરિક- માનસિક ત્રાસ આપતા કંટાળી ગયેલી પરિણીતાએ પુણા ગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દહેજનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



