‘મમ્મી-પપ્પા સોરી બીજી બહેનને ભણાવજો’ વિદ્યાર્થિનીની સ્યુસાઈડ નોટ
સુરત, તા.૭
ઉધના સીએનજી પંપ નજીક મહાવીશ ટેક્સટાઈલ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ગત રાત્રિ દરમિયાન ૧૦મા ધોરણમાં નાપાસ થયેલ વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સ્યુસાઈડ નોટમાં મમ્મી પપ્પા સોરી બીજી બહેનને ભણાવજા તેવો ઉલ્લેખ કર્યો હતો.
ઉધના પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉધના સીએનજી પંપ નજીક મહાશીવ ટેક્સટાઈલ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતી પ્રિયાંશી અજય રાજભર ઉ.વ. ૧૭ ધોરણ ૧૦માં ત્રીજી વખત નાપાસ થતા ચાકુ લાગી આવ્યું હતુ. ગત રાત્રિ દરમિયાન પોતાના રૂમમાં લોખંડના એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે આજે સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે પ્રિયાંશીના પિતા પાણીની બોરીંગ ચાલુ કરવા જતા જાણ થઈ હતી. પ્રિયાંશીએ આપઘાત કરતા અગાઉ હિન્દી ભાષામાં સ્યુસાઈડ નોટ લખી હતી. મમ્મી-પપ્પા મને માફ કરજા નાની બહેનને ભણાવજો તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રિયાંશી ધોરણ ૧૦માં બીજી વખત નાપાસ થતા તેણીએ અંતિમ પગલું ભર્યુ હતું. ઉધના પોલીસે સુસાઈડ નોટ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



