ગઈકાલે મોડી રાત્રે થયેલા તોફાનમાં બે પોલીસ કર્મચારીઓ પણ ઘવાયા
સુરત, તા.૭
વિજલપોરમાં સંભાજીનગર પાસે ગતરોજ સામ-સામે મોટર સાઈકલ ચાલકો સામ સામે અડી જતા તેની અદાવતમાં આંબેડકરનગર અને શિવાજી નગરïના બે સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં ચકચાર મચી જવા પામી હતી. ઝઘડો અટકાવવા ગયેલી પોલીસ ઉપર પથ્થર મારો કરાતા પોલીસે ટીયરગેસ, હેન્ડગ્રેનેડ છોડતા નાસભાગ મચી ગઈ હતી. હુમલામાં બે પોલીસને ઈજા થઈ હતી. જ્યારે પોલીસ વાહનોને નુકસાન થયું હતું. ઘટના અંગે વિજલપોર પોલીસે ૪૦૦થી વધુ લોકટોળાં સામે રાયોટિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉપરના બનાવની પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત એવી રીતે છે કે વિજલપોરમાં સંભાજીનગર પાસે ગઈકાલે શિવાજી નગર અને આંબેડકરનગર બે યુવાનોની મોટર સાઈકલ સામ સામે અડી જતા આ ઝઘડાની અદાવત દલિત સમાજ અને રાજપૂત સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અંગે કોઈકે વિજલપોર પોલીસને જાણ કરતા પીએસઆઈ એસ.ડી. સાળુકે અને સ્ટાફ ઘટના સ્થળે ધસી જઈ બન્ને પક્ષેપ સમાધાન કરાવવા અને પોલીસમાં ફરિયાદ આપવાની વાતો કરી હતી. પરંતુ બન્ને પક્ષના ટોળા બેકાબૂ બનતા અને થોડવારમાં તલવાર, પાઈપ, હોકી, લાકડા લોખંડના સળિયાના સાધનો લઈને ગામે આવી જતાં આ અંગે પીએસઆઈ એસ.ડી. સાળુંકેએ નવસારી પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી વધુ બંદોબસ્ત મંગાવતા નવસારી ટાઉન, જલાલપોર અને એલસીબી પોલીસની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી.આ દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસને મારો મારોની ચીચયારી પાડી પથ્થર મારો કરતા પોલીસે ટોળુ વિખેરવા માટે અંદાજે ૨૦ જેટલા ટીયર ગેસ છોડી તેમજ હેન્ડ ગ્રેનેડ લાઠીચાર્જ કરવા મજબૂર બની હતી. આ હુમલામાં બે પોલીસના જવાનોને માથામાં તથા પગના ભાગે ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



