ન્યૂયોર્ક ખાતે ભવ્ય સમારંભમાં કોર્પોરેટ આગેવાનોની ઉપસ્થિતિ
સુરત, તા.૭
અમેરિકન ઈન્ડીયન ફાઉન્ડેશને એમના વાર્ષિક સમારંભ ‘ન્યૂ યોર્કમાં ગાલા’ માં કોર્પોરેટ અને સખાવતી ક્ષેત્રે નેતૃત્વ બદલ શ્રી આદિત્ય પુરીનું બહુમાન કર્યું હતું. આ બહુમાન તેમના નેતૃત્વ હેઠળ એચડીએફસી બેંકમાં પરિવર્તનકારી કાર્યોની કદર તરીકે કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય સમારંભમાં ન્યૂ યોર્કના ૬૦૦થી વધુ અત્યંત પ્રભાવશાળી કોર્પોરેટ આગેવાનો, ઉદ્યોગસાહસિકો, સીઈઓ, સખાવત કરતા મહાનુભવો અને સમુદાયના નેતાઓ હાજર હતા. ડેલ ટેક્નોલોજિસના ચેરમેન અને સીઇઓ શ્રી માઇકલ ડેલને પણ શિક્ષણ તરફ તેમના નેતૃત્વને આગળ ધપાવવા માટે સન્માન આપવામાં આવ્યું હતું.
શ્રી પુરીએ આ સમારંભમાં હાજર રહેલા સમુદાયને સંબોધન કરતાં જણાવ્યું હતું કે “પરિવર્તન માટેનો અમારો મંત્ર જે લોકો તરફ ધ્યાન અપાયું નથી તેવા લોકો માટે બદલાવ અને પ્રગતિનો છે. આ એવોર્ડ સ્વિકારતાં હું સન્માન અને નમ્રતાની લાગણી અનુભવું છું.”
શ્રી પુરીના નેતૃત્વ હેઠળ એચડીએફસી બેંકે અંદાજે ૪ કરોડથી વધુ સામાજીક કામગીરીઓ માટે તેમની છત્રરૂપ સંસ્થા પરિવર્તન ના માધ્યમથી થયું છે અને તેના દ્વારા ભારતીયોના જીવનમાં તફાવત હાંસલ કરી શકાયો છે. ટીચ- દ ટીચર નામના ફ્લેગશીપ કાર્યક્રમ હેઠળ બેંકે ૧૮ રાજ્યોના ૧૪ લાખ શિક્ષકોને તાલિમ આપીને આડકતરી રીતે ૧.૬ કરોડ જેટલા વિદ્યાર્થીઓને લાભ આપ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




