તાપી જિલ્લામાં સંભવિત પાણીની અછત નિવારવા કલેક્ટરે સૂચનો કર્યા

0
12

કોઈપણ અધિકારી-કર્મચારીની નિષ્કાળજી ચલાવી લેવાશે નહીં : કલેક્ટર નિનામા
સુરત, તા.૭

તાપી જિલ્લામાં ચાલુ ઉનાળાના દિવસો દરમિયાન સંભવિત પીવાના પાણીની સમસ્યા નિવારણ માટે જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામાની અધ્યક્ષતામાં વ્યારા ખાતે યોજાયેલ સમીક્ષા બેઠકમાં કલેક્ટર આર.એસ.નિનામાએ જણાવ્યું હતુ કે, જિલ્લામાં પીવાના પાણી સંદર્ભે વ્યક્તિગત કે સામુહિક કોઈ પણ પ્રકારની રજુઆત આવે તો આ બાબતને ટોચ અગ્રતા આપી સબંધિત અધિકારીઓએ તાત્કાલિક તેનું હકારાત્મક નિરાકરણ કરવાનું રહેશે. પાણી પ્રશ્ને કોઈ પણ અધિકારી કે કર્મચારીની બેદરકારી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહી.
બેઠકમાં ખાસ કરીને તા.૪થી મેના રોજ આદિજાતીમંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતીમાં મળેલ પીવાના પાણીની બેઠક દરમિયાન થયેલ રજુઆતો સંદર્ભે સંલ્ગ્ન અધિકારીઓ દ્વારા તાલુકા/ગામવાર પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યું હોવાની કામગીરીની વિગતે સમીક્ષા કરાઈ હતી. કલેક્ટરે પાણી પુરવઠાની મુળ યોજનાઓ સહિત વાસ્મો દ્વારા કરવામાં આવેલ આયોજન હેઠળ જુદાજુદા ગામોને અપાતા પાણી પુરવઠાની વિગતે જાણકારી મેળવીને જણાવ્યું કે, પીવાના પાણી બાબતે કોઈ પણ વ્યક્તિનો ફોન પર મેસેજ મળે તેના બે કલાકમાં ટેંકર મારફત પાણી પહોચાડવા સ્પ્ષ્ટપણે તાકીદ કરી હતી. જરૂરિયાતવાળા ગામોને તાત્કાલિક વિજ કનેક્શન આપી દેવા સહિત ટેકનિકલ ક્ષતિઓ સત્વરે નિવારવા, તલાટીઓ હેડક્વાટર પર હાજર રહી સતત દેખરેખ રાખે અને રોજ સાંજે તાલુકા/જિલ્લા કક્ષાએ વાસ્તવિક પરિસ્થિતીની જાણ કરવા તેમજ હેન્ડપંપ રીપેરીંગ ટીમોને કોઈ ફરિયાદ આવે કે ના આવે અસરગ્રસ્ત તમામ ગામોમાં જાતે જઈને એક ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા સુચના આપી હતી.
જિલ્લામા આગામી દિવસોમાં લોકોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે લેખિત કે મૌખિક પાણીની રજુઆત અંગે સ્થળ પર સબંધિત અધિકારીએ રુબરૂ મુલાકાત લઈને પાણીની સમસ્યાનું ત્વરિત નિરાકરણ કરવાનું રહેશે. જિલ્લામાં ગ્રામ્ય શહેરી વિસ્તાર ના લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે બંધ પડેલા હેન્ડપંપોનું રિપેરિંગ, પાણીના તળ નીચે ગયા હોય તેવા હેન્ડપંપોમાં વધારાના પાઇપ નાખવા ઉપરાંત જે ગામોની વધુ પાણી માટેની માંગણી આવે ત્યાં તાત્કાલિક ટેન્કરના ફેરા વધારીને પણ વસ્તીના ધોરણે જરૂરિયાત પ્રમાણે તમામ નાગરિકોને પુરતું પાણી પહોંચાડવા તાકીદ કરી હતી.
બેઠકમાં વિવિધ તાલુકાના લાયઝન અધિકારીઓમાં પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, નાયબ કલેક્ટર આશા વસાવા, પ્રાંત અધિકારી જાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતી, પાણીપુરવઠાના કાર્યપાલક ઈજનેર દેશમુખ વાસ્મો/પાણી પુરવઠાના અધિકારીઓ, તમામ મામલતદારો/ તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY