ઓફિસમાંથી રોકડા રૂ.૨.૭૦ લાખ ચોરાયા
સુરત, તા.૨૮
અડાજણ સ્ટાર બજાર પાસે પ્રોટોન પ્લસ નામના કોમ્પ્લેક્ષની ત્રણ અોફિસમાં તસકરોએ ધાપ મારી હતી. અજાણ્યો ચોર આ ત્રણેય ઓફિસમાંથી રોકડા રૂપિયા ૨.૭૦ લાખની ચોરી કરી ગયા હતા.
અડાજણ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા.૨૭-૧૨-૨૦૧૮ના રોજ રાત્રિ સમય દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ પ્રોટોન પ્લસ નામના કોમ્પ્લેક્ષમાં આવેલ ફરિયાદી ભાર્ગવ કનૈયાલાલ ભેડાની ઓફિસમાંથી રોકડા રૂ.૧.૧૦ લાખ, દુકાન નં.૩૦૧ પીઆર ક્લીનિક (ડો. પ્રજ્ઞાબેન અઢિયા)માંથી રોકડા રૂ.૧.૩૦ લાખ અને ટોપ ઈન્ડિયા એલીવેટર લિમિટેડ નામની ઓફિસમાંથી રોકડા રૂ.૩૦ હજાર મળી કુલ રૂ.૨.૭૦ લાખની ચોરી કરી ગયો હતો. અડાજણ પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી ચોરની શોધખોળ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



