ઓટીપી નંબર મેળવી બેકમાંથી રૂ.૮૫ હજાર ઉપાડી લેવાયા
સુરત, તા.૨૮
શહેરમાં બજાજ ફાયનાન્સના નામે ઠગાઈના બનાવો વધતા જાય છે. મોટા વરાછાના ચિંતન સાંચાણીના બેકમાંથી રૂ.૮૫૪૭૦ ગાયબ થઈ ગયા હતા.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા વરાછા સાંઈ શ્રદ્ધા રેસીડેન્સીમાં રહેતાં ચિંતનભાઈ દિલીપભાઈ સાંચાણીને એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને પોતે બજાજ ફાયનાન્સ કસ્ટમર કેરમાંથી બોલતા હોવાનું જણાવી ફરિયાદી ચિંતનભાઈના બેકના ડેબીટકાર્ડનો ઓટીપી નંબર મેળવી બેક એકાઉન્ટમાંથી રૂ.૮૫,૪૭૦ ઉપાડી લીધા હતા. વરાછા પોલીસે ઈપીકો કલમ ૪૦૬, ૪૨૦ મુજબનો ગુનો નોધી પો.સ.ઈ. પી.કે. રાઠોડે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ બારડોલીના વ્યક્તિ સાથે બજાજ ફાયનાન્સ કંપનીના નામે ઠગાઈ કરાતા પોલીસ ફરિયાદ નોîધાવવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



