ન્યુ દિલ્હી,તા.૨૮
ગુરુવારે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પર પાંચ કલાક સુધી બબાલ ચાલી હતી, પછી મતદાન થયું અને બિલ પાસ થઈ ગયું. બંને પક્ષોએ તેની સાથે તેના સભ્યોને સાંસદમાં હાજર રહેવાની વ્હિપ આપી હતી. સરકાર આ ટ્રિપલ તલાક બિલને માનવતા અને ઇન્સાફનો મુદ્દો ગણાવી રહી છે, પરંતુ ભાજપના ત્રીસ સાસંદો વ્હિપ આપવા છતા ગેરહાજર રહ્યા હતા.
હવે આ મુદ્દા પર ભાજપના ચીફ વ્હિપ અનુરાગ ઠાકુરનું આવેદન આવ્યું છે. અનુરાગ ઠાકુરના મતે અમુક સાંસદોએ મને જાણ કરી હતી કે તેઓ ગેરહાજર રહેવાનાં છે પરંતુ બાકીનાં સભ્યો ક્્યાં કારણથી નથી આવ્યાં તે અંગેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
હવે જાવા જેવું એ છે કે ચીફ વ્હિપના કહ્યાં પછી પણ પાર્ટીનાં નેતાઓ ગેરહાજર રહ્યાં એ સદસ્યો વિરુદ્ધ શું કાર્ય કરે છે. વ્હિપના ઉલ્લંઘન કરવાનાં રૂપમાં એવી સજા છે કે તેની સદસ્યતા રદ થઈ શકે છે. અને એને અધિનિયમ હેઠળ વિરોધી કાર્ય માનવામાં આવે છે.
આ ત્રણેમાં ત્રણ લાઈનની વ્હિપ સૌથી મહત્વપૂર્ણ છે. તેને કઠોર કહેવામા આવે છે. તેનો ઉપયોગ મહત્વપૂર્ણ મુદ્દા માટે કરવામાં આવે છે અને જો ઉલ્લંઘન કરે તો પછી સભ્યનું સભ્યપદ રદ કરવામાં આવે છે. જોકે, વ્હિપને લોકશાહીની માન્યતાઓને અનુકૂળ નથી માનવામાં આવતુ, કારણ કે આમાં સભ્યોને તેમની ઇચ્છા નથી, પરંતુ પક્ષની ઇચ્છાથી કામ કરવું પડે છે અને જે લોકતંત્રની વિરુદ્ધ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





