સુરત, તા.૭
સુરત મહાનગરપાલિકાનાં નોર્થઝોન કતારગામમાં સમાવિષ્ટ અમરોલી, છાપરાભાઠા ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગણેશપુરા વિસ્તારોમાં ૨૪*૭ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. તા.૬-૫-૨૦૧૯નાં રોજ ઉપરોક્ત વિસ્તારો પૈકી ગુજરાત હાઉસિંગ બોર્ડ ગણેશપુરા વિસ્તારમાં આવેલ માલધારી વસાહતના મિલકતદારો દ્વારા પાણીનાં બિલની રકમ ભરવામાં ન આવતા કતારગામ ઝોન ઓફિસના પાણી ખાતા તથા દબાણ ખાતાના સ્ટાફ દ્વારા એડી. સીટી ઈજનેર ડી.એમ. પટેલ તેમજ કાર્યપાલક ઈજનેર આર.વી. ગામીતના માર્ગદર્શન હેઠળ જુદા જુદા કુલ ૧૧ મિલ્કતદારો પૈકી ચાર મિલ્કતદારો પાસેથી કુલ રૂ.૧,૦૫,૦૦૦ વસૂલાત કરવામાં આવેલ છે. તેમજ સાત મિલ્કતદારોના પામીનાં કનેકશનો કાપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




