નાનપુરા પોપટ મહોલ્લામાં ગેરકાયદે બાંધકામ તોડાયું

0
6

સુરત, તા.૭
સેન્ટ્રલ ઝોનનાં કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૧ નાનપુરા, નોેધ નં.૨૦૯ પોપટ મહોલ્લો, નાનપુરા વાળી મિલ્કતમાં સુરત મહાનગરપાલિકાની મંજુરી લીધા વિના ગેરકાયદેસર બાંધકામ કરતા તા.૬-૫-૨૦૧૯ના રોજ સેન્ટ્રલ ઝોનનાં શહેર વિકાસ વિભાગ, દબામ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાનાં સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત વધારાના માળનું આશરે ૯૭૦ ચો.ફુટ આર.સી.સી. સ્લેબ તથા ૨૦૦ ચો.ફુટ માપ વિસ્તારમાં ચણતર દુર કરવામાં આવેલ છે. તેમજ ડીમોલીશન પેટે રૂ.૬૦,૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ લેવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY