તાતીથૈયા ગામના રહીશો ડાઈંગ મિલના જાહેર દૂષણથી પરેશાન

0
14

ડાઈંગ પ્રિન્ટીંગ મિલમાંથી દુષિત પાણી રસ્તા પર છોડાય છે
સુરત, તા.૭
સુરત જિલ્લા પલસાણા તાલુકાના તાતીથૈયા ગામ પાસે લોકોના આવવા જવાના રસ્તા ઉપર ડાઈંગ એન્ડ િ­ન્ટીંગ મિલ દ્વારા મિલનું કેમિકલવાળુ પાણી છોડવામાં આવી રહ્નાં છે. જેના કારણે લોકોના આરોગ્ય સામે પણ જાખમ ઉભુ થવાની ફરિયાદો ઉઠી છે. સાથે સાથે લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.
તાતીથૈયામાં લોકો એસ્સાર પેટ્રોલ પંપની સામેથી નીકળી ગામ તરફ જતા જાહેર રસ્તો પરથી અવર જવર કરે છે. પરંતુ અહીં આવેલી ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ કેમિકલવાળુ દુષિત પાણી જાહેર રસ્તા ઉપર જ છોડે છે. આ ઓછું હોય તેમ મિલમાં બાળવા માટે વપરાતો કોલસી પાવડરનો જથ્થો મિલની સામે જ ખુલ્લામાં મુકવામાં આવ્યો છે. ત્યારે ઘણીવાર પવનની સાથે કોલસી પાવડરનો રજકણ ઉડે છે. જેથી આંખમાં કાન તેમજ મોમાં જવાથી લોકોના આરોગ્ય ઉપર ગંભીર અસર પડે છે. લોકો છેલ્લા ઘણાં સમયથી આ હાલાકી ભોગવી રહ્ના છે. કેટલી વાર તો આંખમાં બળતરા, કાનમાં બહેરાશપણુ તેમજ નાકમાં શ્વાસની તકલીફોના બનાવ પણ બન્યા છે. ત્યારે જાહેરમાં પ્રદૂષણ ફેલાવતી આ મિલ સામે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ સગન પગલા લે તેવી લોકોની લાગણી અને માંગણી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY