સુરત,તા.૭
રાજ્યમાં અનેક અકસ્માતોના કેસો બને છે, ત્યારે સોમવારે સુરતમાં જહાંગીરપુરામાં એક બેફામ ટ્રકે ૭ વાહનોને અડફેટે લઇને ગમખ્વાર અકસ્માત કર્યો હતો. આ ઘટનામાં ટ્રકે લીધેલી એક કાર ચાલક કૂદી જતા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનિને અહેવાલ મળ્યા નથી. પોલીસે આ ઘટનામાં ટ્રક ચાલકની અટકાયત કરી છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતમાં સોમવારે મોડી રાત્રે બેકાબુ ટ્રકમાં ભંગાર ભરેલો હતો. અને ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાયડર સાથે અથડાઇને એક પછી એક બાઇકો અને કાર પર ફરી વળી હતી. જો કે, કારનો ડ્રાઇવર સમયસૂચકતા વાપરીને કારમાંથી કૂદી જતા તેનો આબાદ બચાવ થયો હતો.
આ ઘટનામાં એવું જાણવા મળે છે કે, સુરતના જહાંગીરપુરામાં બ્રિજ નીચે એક લોખંડ ભરેલા ટ્રકનું સ્ટેરિંગનું લોક તૂટ્યું હતું. જેના પગલે ચાલું ટ્રક ઊંધી ગોળ ગોળ ફરવા લાગી હતી. અને ગોળ ગોળ ફરતી વખતે જે પણ વાહનો આડે આવ્યા એના ઉપર ફરી વળી હતી. આ ઘટનામાં ટ્રકે અનેક બાઇકો અને એક કારને અડફેટે લીધી હતી. બાઇકો ઉપર ટ્રક ફરી વળતા તમામ બાઇકોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




