ટ્રાન્સપોર્ટમાં મજૂરી કામ કરતાં યુવકની હત્યા કરાતા ચકચાર મચી

0
8

સુરત,તા.૭
પુણાગામ વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટના લોડીંગ અનલોડીંગનું કામ કરતાં યુવકની હત્યા નીપજાવવામાં આવી છે. મીઠિખાડી ફૂલવાડી ખાતે રહેતા તૌફીક રફીક શેખ (ઉ.વ.આ.૨૨)નાની પપ્પુ સહિતના ત્રણેક ઈસમોએ ગડદા પાટુનો માર મારી હત્યા નીપજાવી હતી. બાદમાં હત્યાના આરોપીઓ નાસી છુટ્યાં હતાં. જેમાંથી પપ્પુ પોલીસની પકડમાં આવી ગયાનું સુત્રો દ્વારા કહેવાઈ રહ્યું છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પુણાગામમાં લેન્ડ માર્ક નજીક તોફિકના પિતા ૪૦ વર્ષથી ટ્રાન્સફોર્ટમાં મજૂરી કામ કરતાં હતાં. પિતાની સાથે પુત્ર તોફિક પણ ન્યૂ ગ્રીન ટ્રાન્સપોર્ટમાં મજૂરીકામ કરતો હતો. સવારે સાડા અગીયાર વાગે આ હત્યા કરવામાં આવી હતી. છેલ્લા ૧૦-૧૫ દિવસથી ટેમ્પોમાં માલ ચડાવવા, ટેમ્પો ચલાવવા બાબતે માથાકૂટ ચાલતી હતી.જેમાં ગત રાત્રે ટેમ્પો પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આજે સવારે જ્યારે તોફિકના પિતા ચા પિવા માટે ગયા ત્યારે પાછળથી તેના દીકરાની હત્યા કરવામાં આવી હતી. પિતા ટોળું જાઈને દોડી આવ્યા બાદ પુત્રને સ્મિમેર હોસ્પિટલ લઈ ગયાં હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY