સુરત,તા.૭
ઉધના વિસ્તારમાં યુપીવાસી પરિવારની અને ધોરણ ૧૦ની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. પરીક્ષામાં બે વખત નાપાસ થવાના કારણે નાસીપાસ થયેલી વિદ્યાર્થિનીએ ફરી નાપાસ થવાના ડરે સુસાઇડ નોટ લખી અણધાર્યુ પગલું ભર્યું હતું. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાને લઈ ઉધના પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે.
ઉધના રોડ નંબર ૨ પર મહાશિવ ફેબ્રીકેશન નામનું ખાતું આવેલું છે. આ ખાતામાં મૂળ યુપીના વતની અજય રાજભર વેલ્ડીંગ કામ કરી પોતાની ત્રણ દીકરી અને પત્નીનું ગુજરાત ચલાવે છે. અજય રાજભર ખાતાના જ ત્રીજા માળે આવેલ ચોલમાં પોતાના પરિવાર સાથે રહે છે. દરમ્યાન અજય રાજભરની ૧૮ વર્ષીય પુત્રી પ્રિયાંશી ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી બે વખત નાપાસ થવાના કારણે તેણી નાસીપાસ થઈ ગઈ હતી.જ્યાં આજ રોજ પ્રિયંશીએ વહેલી સવારે છ વાગ્યાના આસપાસ ખાતાના જ ત્રીજા માળે લોખંડની એંગલ વડે દુપટ્ટો દઈ આપઘાત કરી લીધો છે.પ્રિયાંશી નામની વિધાર્થીની બે વખત ધોરણ દસની બહારથી પરીક્ષા આપી ચુકી છે.એટલું જ નહીં આગામી જુલાઈ માસમાં ફરી પરીક્ષા આપવાની હોય તેણી તૈયારીઓ અને ટ્યુશન કલાસ પણ લઈ રહી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



