બે સંતાનોના પિતાએ પરિણીત પ્રેમિકા સાથે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

0
319

વાપી,તા.૭
વલસાડના ધરમપુર નજીક બામટી માન નદીના કિનારે પ્રેમી પંખીડાનો ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. બંન્ને એક સાથે કડીયા કામ કરતાં મજૂરી કરતાં કરતાં આંખ મળી ગઈ હતી. બંન્ને અગાઉથી પરણિત હતા અને અલગ અલગ જ્ઞાતિના હતાં. એક બીજા સાથે રહી શકે તેમ નહોતાં. જેથી એકસાથે મોતને પસંદ કર્યું હતું. બંને પ્રેમી પંખીડાએ આંબાના ઝાડ ઉપર દોરડું બાંધી એક સાથે જ ફાંસો ખાઈ લઈ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું હતું.
ફાંસો લગાવનાર પ્રેમી પંખીડામાં ધરમપુરના બામટી ખાતે રહેતા હિતેશ પટેલને લગ્ન જીવનથી બે સંતાનો હતાં. પરંતુ કડિયા કામ કરતાં કરતાં તેની નજર કાંકડુંબેન જયંતિભાઈ પવાર રહે વારોલી તળાટ કપરાડા સાથે મળી ગઈ હતી. કાંકડુનો પતિ વાપીની સનરાઈઝ કંપનીમાં કામ કરે છે. પરંતુ કાંકડુ તેના પતિની સાથે રહેવાની જગ્યાએ પિયર બિલપુડી રહેતી અને ધમરપુર રહેતી અને મજૂરી કામ કરતી હતી. કાંકડુંબેન અને હિતેશને પ્રેમ થઈ ગયો હતો. પરંતુ સામાજિક કારણોસર બંન્ને સાથે રહિ ન શકતાં સાથે ફાંસો ખાઈને મોત પસંદ કર્યું હતું. પોલીસે સમગ્ર આપઘાત પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY