મહારાષ્ટ્ર સીમા પાસેના ૫૦ ગામોને ટેન્કરથી પાણી પુરૂ પડાશે
સુરત, તા.૮
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં પડી રહેલી પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે કપરાડા તાલુકાના સરપંચો સાથે બેઠક યોજી હતી.
આ અવસરે આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, પીવાના પાણીના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ચોક્કસ દિશાનિર્દેશો આપ્યા છે. જે ગામોમાં પીવાના પાણીના સ્ત્રોત નથી તે ગામોમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવાની સાથે જે વિસ્તારમાં પીવાના પાણીની સ્ત્રોત છે, તે વિસ્તારમાંથી પાણી મેળવી આજુબાજુના મહત્તમ ગામોમાં ટેન્કર અથવા અન્ય કોઇ વ્યવસ્થા થકી ઝડપથી પાણી પહોંચાડી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. દરેક ગામના સરપંચ ટેન્કર દ્વારા પહોંચાડવામાં આવતા પાણીનું વિતરણ યોગ્ય રીતે થાય તે પ્રકારની ચોક્કસ વ્યવસ્થા કરવા પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલા બોરમાં પાણી ડા ઉતરી ગયા હોય અને તે હેન્ડપંપથી કાઢી શકાય તેમ ન હોય ત્યાં સબમર્સિબલ પંપ મૂકવાની વ્યવસ્થા કરાશે. મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલા પ૦ જેટલા ગામોમાં ટેન્કરથી પાણી આપવાની તાકીદની જરૂરિયત ભી થઇ છે જેના નામો પણ પાણી પુરવઠા વિભાગને આપી તાત્કાલિક ધોરણે ટેન્કરથી પાણી પહોîચાડવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. મંત્રીશ્રીએ હયાત ચેકડેમો લીકેજ હોય તો તેના રીપેરિંગ કરાવવાની જવાબદારી સંબંધિત વિસ્તારના સરપંચ અને પદાધિકારીઓ ઉપાડી લે તે જરૂરી હોવાનું જણાવી, સુજલામ સુફલામ યોજના હેઠળ આ કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ થાય તે પ્રકારનું ચોક્કસ આયોજન કરવા સૂચન કર્યુ હતું. પૂર્વ ધારાસભ્ય માધુભાઇ રાઉત સહિત વિવિધ ગામના સરપંચોએ તેમના ગામોમાં ઉદભવેલી પાણીની સમસ્યાઓ વિશે સવિસ્તર જાણકારી આપી તેનું નિરાકરણ સત્વરે થાય તેવી રજૂઆત મંત્રીશ્રીને કરી હતી.
દમણગંગા નહેર યોજના દ્વારા તા.૧૧-૧૦-૨૦૧૮ના દિને ૩૨ ચેકડેમો રૂ. ૬૧.૧૧ કરોડના ખર્ચે મોટા ચેકડેમો બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ભૌગોલિક પરિસ્થિતિ જાતાં આ કામગીરી ઝડપમાં કરવામાં આવે અને કપરાડા તાલકમામાં દમણગંગા, કોલક અને પાર નદી ઉપર ૪પ-૪પ ફૂટના ચાઇ ધરાવતા સીરીઝ ચેકડેમ બનાવવામાં આવે તો કાયમ માટે કપરાડા તાલુકામાં પીવાના પાણીના પ્રશ્નોનો કાયમી નિરાકરણ કરી શકાય તેમ છે. જેથી ઉપરોકત તારીખે આપેલી વહીવટી મંજૂરી મૂજબ ઝડપણી કામગરી શરૂ કરવા બેઠકમાં સરપંચો અને જિ.પં.ના સભ્યો દ્વારા મંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી હતી. પાણી પુરવઠા યોજનાના કુવાઓમાં પાણી ન હોય તો તે કુવાઓમાં પણ ટેન્કર દ્વારા ગામના સરપંચની નિગરાણી હેઠળ પાણી ભરી આપવાની માગણી પણ સરપંચો દ્વારા કરાઇ હતી. કેટલાક ગામોમાં પ૦૦ થી ૬૦૦ ફૂટ ઉપર પાણી મળી શકે છે ત્યાં જરૂરિયાત મુજબના હોર્સ પાવરનો સબ મર્સિબલ પંપ તથા ડા બોરની વ્યવસ્થા કરવામાં આવે તો કપરાડામાં પીવાના પાણી વ્યવસ્થા જળવાશે. તે મુજબની કામગીરી કરવા માટે પણ આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં પ૦ જેટલા ગામોના સરપંચો, તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યો હાજર રહી સંબંધિત વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે પોતાના અભિપ્રાયો આપ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




