વિમલ નાથુજી રાજપૂત ઘરમાં જુગારખાનુ ચલાવતો હતો
સુરત, તા. ૮
કતારગામ વિસ્તારમાં ધમધમતી જુગારની કલબ ઉપર પીસીબી પોલીસે દરોડા પાડી ૧૧ જુગારીની ધરપકડ કરી ૧૧ મોબાલ ફોન મળી કુલ્લે રૂપિયા ૧,૧૧,૫૧૦ની મતા જપ્ત કરી હતી.
કતારગામ પોલીસના રહેમનજર હેઠળ કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિર આદિનાથ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૨મા ધમધમતી જુગારની કલબ ઉપર પીસીબી પોલીસે દરોડા પાડયા હતા. આ જુગારની કલબ ચલાવનાર વિમલ નાથુજી રાજપૂત સહિત છોટેલાલ કનોજીયા, રામજી વરૂ, ભાવેશ ગણેશવાળા, જીગ્નેશ પટેલ, અમરિશ કલ્યાણી, ઈમરાન પઠાણ, જનક પટેલ, દિનેશ માસ્તર, રૂપલ પટેલ, ઉદયસિંગ ચૌહાણની ધરપકડ કરી હતી. પીસીબી પોલીસે રોકડા રૂ. ૬૫,૫૧૦ મોબાઈલ ફોન નંગ ૧૧ મળી કુલ્લે રૂપિયા ૧,૧૧,૫૧૦ની મતા કબજે કરી તમામ વિરદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



