અમરેલી જિલ્લામાં ૨૪ કલાકમાં ૪ લોકોએ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી

0
76

અમરેલી,તા.૧૪
રાજ્યમાં આત્મહત્યાના રોજે રોજ નવા કિસ્સાઓ સામે આવતા જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝશન કહે છે કે, એક વર્ષમાં વિશ્વમાં એક મિલિયન લોકો દર વર્ષે આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે, જેમાં ભારતમાંથી ૧,૩૫,૦૦૦ લોકો આત્મહત્યા કરે છે. ત્યારે અમરેલી જિલ્લામાં ૨૪ કલાકમાં ૪ લોકોએ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. જ્યારે બે લોકોનાં અપમૃત્યુ થયા છે. ચારેય લોકોની આત્મહત્યાનું કારણ અલગ અલગ હતું. જેમાં ત્રણ જણનું અંતિમ પગલુ ભરવાનું કારણ બેકારી અને દેવું હતુ જ્યારે એકનું કારણ હજી જાણી શકાયું નથી.
ખાંભાના ભાડ વાંકીયા ગામમાં યુવકે નજીવી બાબતે યુવકે ઝેર પીને જીવન ટુંકાવ્યું હતું. જ્યારે સાવરકુંડલાના મફતીયા પરા અને અમરેલીના યુવકે બેકારીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. દામનગરના યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેની સારવાર દરમિયાન મોત નીપજી હતી. બાબરાના ચરખા ગામે ઝેરી અસરથી યુવકનુ મોત થયું છે. જ્યારે રાજુલાના જુની બારપટોળી ગામે તળાવમાં ડુબી જતા એક યુવકનુ મોત થયું હતું.
નોંધનીય છે કે ખેડૂતોના આપઘાત અંગે સંસદમાં મોન્સુન સત્રમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં આ સત્રમાં જ ખેડૂતો બાબતે રજૂ કરાયેલા એક અહેવાલમાં ગુજરાતના ખેડૂતોની આત્મહત્યા વિશે ગંભીર ખુલાસો સામે આવ્યો હતો. સંસદમાં થયેલા ખુલાસા વિશે વાત કરવામાં આવે તો ભારતમાં ખેડૂતોની આત્મહત્યાના મામલે ગુજરાતને ચોથો ક્રમ મળ્યો છે. ગુજરાતમાં ૨૦૧૪થી ૨૦૧૬ આ ત્રણ વર્ષમાં ૧,૧૭૭ ખેતમજૂરો અને ૧૩૨ ખેડૂતોની આત્માહત્યા કરવાના બનાવો સામે આવ્યા છે. દર વર્ષે કંઈક ને કંઈક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે ખેડૂત સરખી વાવણી નથી કરી શકતો અને જા વાવણી થાય તો પાકના પૂરા પૈસા ન મળતા દેવાના ભારણ હેઠળ દબાય જાય છે અને અંતે કંટાળીને જીવન ટૂંકાવવાનો રસ્તો આપનાવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY