સુરત, તા. ૮
ટ્રાન્સપોર્ટમાં આવેલ સામાનમાંથી સુટકેશમાં મુકાયેલી ઘડિયાળ સહિતની રૂ. ૨૫ હજારનો સામાન ચોરી કર્યો હતો.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બેગમપુરા એચ.કે. સ્ટ્રીટ ગોધરાવાળી રેસિડેન્સીમાં રહેતા ડો. મુર્તુઝા અબ્બાસ મકાશરવાળાએ આપેલી ફરિયાદ મુજબ ફરિયાદી ડોક્ટરનો સામાન મુંબઈથી સુરત ટ્રાન્સપોર્ટ કંપનીમાં આવ્યો હતો. ઘરે ડિલિવરી માટે સામાન્ય આવ્યો ત્યારે સુટકેશનું લોક ખૂલ્લુ હતું. આ સુટકેશમાંથી ત્રણ ઘડિયાળ, છ લેડીઝ પર્સ, બે ટી-ર્ટ, રોકડા રૂ. ૨૦૦૦ મળી કુલ્લે રૂ. ૨૫૦૦૦નો સામાન ગાયબ હતો. ડો. મુર્તુઝા અબ્બાસની ફરિયાદ નોંધી મહિધરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



