તૂટી પડેલા વિશાલ દર્શન એપાર્ટમેન્ટ પાસેનું જોખમી સરસ્વતી બિલ્ડિંગ ખાલી કરવા ફલેટ ધારકોને નોટિસો આપવામાં આવી
સુરત, તા. ૮
પાર્લે પોઈન્ટ અંબિકા નિકેતન પાસે આવેલ વિશાળ દર્શન એપાર્ટમેન્ટ ગતરોજ તૂટી પડયા બાદ અઠવા ઝોન બાજુમાં સરસ્વતી એપાર્ટમેન્ટને પણ જોખમી જાહેર કરીને ફલેટ ધારકોને ખાલી કરવાની નોટીસ આપવામાં આવી છે આજેદિવસ દરમિયાન કેટલાક ફલેટ ધારકોએ સામાન ખસેડવાની કામગીરી કરતા નજરે પડયા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ૩૫ વર્ષ જૂન ચાર માળની વિશાલ દર્શન એપાર્ટમેન્ટને પાલિકા દ્વારા અગાઉ જોખમી જાહેર કરી ખાલી કરવાની નોટીસ આપી હતી. ફલેટ ધારકો દ્વારા નોટીસને ગણકાર્યા વગર ફલેટ ખાલી કર્યા ન હતા. ગતરોજ મળસ્કે અચાનક ર્જ્જરિત વિશાલ દર્શન એપાર્ટમેન્ટ નમી પડયા બાદ તુટી જ ગઈ હતી. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ તમામ ૧૬ ફલેટïધારકોની ઘરવખરી નાશ પામી હતી.
અઠવા ઝોનનો સ્ટાફ અને શહેર વિકાસ વિભાગની ટીમ દ્વારા વિશાલ દર્શન એપાટૃમેન્ટના બાજુમાં આવેલી ૧૦ માળની સરસ્વતી એપાર્ટમેન્ટ પણ જોખમી હોવાથી ફલેટ ધારકોને નોટિસ આપવામાં આવી હતી. સરસ્વતી એપાર્ટમેન્ટ ખાલી કરવા માટે અઠવા ઝોન દ્વારા નોટિસ આપી છે જા ફલેટ ધારકો ફલેટ ખાલી ન કરે તો પાલિકા સરસ્વતી એપાર્ટમેન્ટને સીલ કરવાની કામગીરી હાથ ધરશે.
આજે સવારથી વિશાલ એપાર્ટમેન્ટના કાટમાળમાંથી ફલેટ ઘટાડો પોત પોતાની ઘરવખરી અને કિંમતી માલ સામાન, કપડા વગેરે શોધી શોધીને મેળવી રહ્ના છે વિશાળ દર્શન એપાર્ટમેન્ટના ફલેટ ધારકોની હાલત જોઈને ફફળી ઉઠેલા સરસ્વતી એપાર્ટમેન્ટના કેટલાક ફલેટ ધારકો દ્વારા આજે સવારે સ્વૈચ્છિક રીતે સામાન ખસેડવાની કામગીરી કરતા નજરે પડયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



