સુરતમાં મહત્તમ ૩૫ ડિગ્રી તાપમાન
સુરત, તા. ૮
રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ૧૦મીથી ૧૨મી મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અધિકત્તમ તાપમાનનો પારો ૩૫ ડિગ્રીની આસપાસ રહેતા ગરમીથી હંગામી રાહત અનુભવાઈ રહી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૫ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૭.૦ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા અને હવાનું દબાણ ૧૦૧૦ મીલીબાર નોંધાયું શહેરમાં દક્ષિણ પૂર્વ દિશાથી કલાકના ૪ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્ના છે. નવસારીમાં અધિકત્તમ તાપમાન ૩૪ ડિગ્રી અને વલસાડમાં અધિકત્તમ તાપમાન ૩૩.૪ ડિગ્રી નોંધાયું છે. આગામી બે-ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના તાપમાનમાં રાહત અનુભવાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



