વરીયાવમાં શેરડીના ખેતરમાં આગ લાગી

0
2

સુરત, તા.૧૪
આજે સવારે વરીયાવ ખાતે સર જેજે કોલેજ નજીક ખુલ્લા ખેતરમાં આગ લાગી હોવાનો મેસેજ મળતાની સાથે ફાયર સ્ટાફ તાત્કાલિત ઘટના સ્થળે દોડી ગયા હતા.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વરીયાવ વિસ્તારમાં સવારે સાડા છ વાગ્યાના સુમારે શેરડીના ખેતરમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. બનાવની જાણ થતા જ મોરાભાગળ ફાયર સ્ટેશનના ઓફિસર ધોબી સટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. શેરડીના ખેતરમાં ઉભા પાકને કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી. આગ વધુ ન ફેલાય તે માટે ફાયર સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. આગથી કોઈપણ પ્રકારની જાનહાનિ ન થઈ પરંતુ ખેતરના પાકને નુકસાન થયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY