અમુક શાળાઓમાં ડોનેશ વગર એડમિશન મળતુ નથી
સુરત, તા. ૮
ખાનગી શાળાઓની મનમાની સામે રાજ્ય સરકારે ફી નિયમન કાયદો ઘડયો હોવા છતાં પણ કહેવાતી પ્રતિષ્ઠિ શાળાના સંચાલકો બેફામપણે ડોનેશ ઉઘરાવી ગરજાઉ વાલીઓના ખિસ્સા કાપી રહ્નાં છે હાલ ખાનગી શાળામાં નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ આપની કાર્યવાહી ચાલુ છે. ખાનગી શાળાના સંચાલકો દ્વારા આડેધડ ફી વસૂલવામાં આવતી હોવાથીરાજ્ય સરકારે ફી નિયમનનો કાયદો બનાવી તમામ શાળાઓની ફીનું માળખુ તેઓના ખર્ચના પ્રમાણમાં મજૂર કરવામાં આવે છે. પરંતુ કહેવાતી પ્રતિષ્ઠિ ખાનગી શાળાના સંચાલકો દ્વારા ખર્ચના પ્રમાણનં રાજ્ય સરકારે ફી મંજૂર કરી હોવા છતાં પણ ખુલ્લેઆમ ડોનેશ ઉઘરાવવામાં આવી રહ્નાં છે. સાન્ય નર્સરીથી માંડી પહેલા ધોરણ સુધીમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ શાળા સંચાલકોને ડોનેશન ચૂકવવું પડે છે. આ ડોનેશનની રકમ રૂપિયા ૨૦૦૦૦થી માંડીને ૧ લાખ રૂપિયા સુધીની હોય છે. ડોનેશન પ્રસાદી આપ્યા વગર વિદ્યાર્થીનું પ્રવેશ ફોર્મ મંજૂર કરવામાં આવતું નથી. જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ માતા-પિતા દ્વારા પોતાની બાળકને ચોક્કસ શાળામાં પ્રવેશ આપવાના લ્હાયમાં ના છૂટકે મંજૂર ફી અને વધારાનું ડોનેશન ચૂકવવું પડે છે. આમ, ખાનગી શાળાના સંચાલકો દ્વારા લાખ્ખો રૂપિયાનું ડોનેશન ઉઘરાવવામાં આવી રહ્નાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



