હું દબાણ હેઠળ સારું કામ કરી શકતો નથી : રાજકુમાર રાવ

0
6

મુંબઈ,તા.૩
મોખરાના અભિનેતા નેશનલ એવોર્ડ વિજેતા રાજકુમાર રાવે કહ્યુ હતું કે મારી દરેક ફિલ્મ સાથે મારી કારકિર્દી આગળ વધી રહી છે પરંતુ એક વાત કહી દઉં, હું દબાણ હેઠળ સારું કામ કરી શકતો નથી.
‘સ્ત્રી જેવી મારી ફિલ્મે બોક્સ આૅફિસ પર ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો તેથી મને બેશક આનંદ થયો છે. પરંતુ હજુ મારે ઘણી લાંબી મજલ કાપવાની છે. હું મારી જાતને સ્ટાર ગણતો નથી, અભિનેતા તરીકે ગણાવામાં મને વધુ આનંદ આવે છે. ફિલ્મો હિટ નીવડવાથી મારા પર કોઇ પ્રેસર વધ્યું નથી એમ હું દ્રઢપણે માનું છું. એનું કારણ હું પોતે સમજું છું કે દબાણ હેઠળ હું મારું બેસ્ટ આપી શકતો નથી’ એમ રાજકુમાર રાવે એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું.
એણે કહ્યુ હતું કે એક પ્રકારના રોલ્સ રિપિટ ન થયા કરે એનું હું સભાનપણે ધ્યાન રાખું છું. ઓમેરઠામાં આતંકવાદીનો રોલ કર્યો તો આવનારી ફિલ્મ મેન્ટલ હૈ કિયામાં હું સાઇકીક વ્યકિતનો રોલ કરી રહ્યો છું. એક પ્રકારના રોલ કરી કરીને મારે ટાઇપ કાસ્ટ થઇ જવું નથી એટલે સ્ક્રીપ્ટ મારા હાથમાં આવે ત્યારે હું સાવધ થઇ જાઉં છું. એક પણ પાત્ર રિપિટ ન થાય એની તકેદારી હું સતત રાખી રહ્યો છું અને એ પણ ભૂલી જાઉં છું કે હવે લોકો મને સ્ટાર ગણે છે. હું અભિનેતા છું અને રહીશ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY