સુરત,તા.૮
સિમાડા ગામ નજીક અંબાજી મંદિર પાસે પટેલ ફળિયામાં વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું હતું. ધનસુખ સોમા પટેલનું મકાન અચાનક ધરાશાયી થતાં એક મહિલા સહિત ત્રણ બાળકો દટાયાં હતાં. જેથી ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ તમામને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યાં હતા.જેમાં મહિલાની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ધનસુખ સોમા પટેલના વર્ષો જૂના મકાનમાં નળીયા હટાવીને પતરા મુકવાનું કામ ચાલી રહ્યું હતું. જે દરમિયાન લાકડાનો સપોર્ટ હટાવતા દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં મકાનની નીચે બેઠેલાં ડિમ્પલ આશિષ પટેલ (ઉ.વ.આ.૩૮), જીલ, જસ અને રૂબી દટાયા હતાં. આ ઘટનાની જાણ થતાં જ મોહલ્લામાં લગ્ન હોવાથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યાં હતાં. ફાયરબ્રિગેડ પણ દોડી આવ્યું હતું. અને તમામન બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યાં હતાં. બાળકોને વધારે ન વાગ્યું હોવાથી તેમને રજા આપી દેવાઈ હતી. જ્યારે મહિલાને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





