સુરત,તા.૨૩/૦૨/૨૦૧૮
પતિએ પત્નીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી મેરેટિયલ સ્ટેટ્સમાં સિંગલ અને ડિવોર્સી લખી નાંખ્યું હતુ.
સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેણીના સસરા અને પતિ સામે સંગીન આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિએ તેણીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી ગંદા ફોટા અપલોડ કરી બિભત્સ કોમેન્ટ લખી હતી. એટલું જ નહીં મિત્ર કમલેશ ભગત પાસે પીછો કરાવી શૂટિંગ પણ કર્યું હતું. સસરા સામેના આરોપમાં તેણીએ ઉલ્લેખ કર્યો છે, તે તેમણે છેડતી કરતાં કહ્યું હતું કે, ‘તારો પતિ નામર્દ છે, તેનાથી કંઇ નહીં થાય.’
ખટોદરા પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર વેસુમાં સિદ્ધિવિનાયક મંદિર પાસે શ્રોફ પરિવાર રહે છે. આ પરિવારના પુત્ર શિરીષના લગ્ન બિના શાહ (નામ બદલ્યા છે) સાથે થયા હતાં. વર્ષ ૨૦૧૪થી આ દંપતી વચ્ચે ખટરાગ ચાલી આવે છે. બિનાએ પતિ શિરીષ, સસરા શૈલેષભાઇ સામે ગંભીર આરોપો સાથે હેરેસમેન્ટની ફરિયાદ નોંધાવી છે.
બિનાએ તેનો પતિ શિરીષ નાની નાની વાતે મહેણાંટોણાં મારી માનસિક ત્રાસ આપવા સાથે મારઝૂડ કરી શારીરિક અત્યાચાર પણ ગુજારતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પતિએ તેણીનું ફેસબુક એકાઉન્ટ પણ હેક કર્યું છે. જેમાં તેણીના ગંદા ફોટા મૂકવા માટે અશ્લીલ કોમેન્ટ લખી તેણીની પજવણી હતી, એટલું જ નહીં મેરેટિયલ સ્ટેટ્સમાં સિંગલ અને ડિવોર્સી લખી નાંખ્યું હતું. આ રીતે પણ તેણીને માનસિક હેરાનગતિ અને સામાજિક ધોરણે બદનામી કરવામાં આવી હતી.
બીના શાહે તેણીના સાસરા શૈલેષભાઇ સામે પણ સંગીન આરોપ લગાવ્યા છે. સસરા તેણીને બૂરી નજરથી જાતા હોવાનું તથા તારો પતિ નામર્દ છે, તેનાથી કંઇ નહીં થાય એવી કોમેન્ટ કરી જાતીય સંબંધ માટે પ્રયાસ કર્યો હતો એવો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે. પતિ શિરીષના ઇશારે સોનિયા નામની યુવતીએ બીનાને વોટ્સ એપ ઉપર ગંદા મેસેજ કર્યા હતાં. આ યુવતીએ અશ્લીલ અને ધમકીભર્યા મેસેજિસ કરી શિરીષ સાથે છૂટાછેડા લેવા દબાણ કર્યું હતું.
પતિ શિરીષે તેના મિત્ર કમલેશ રમેશભાઇ ભગતને તેણીની પાછળ લગાવ્યો હતો. તેણી ગરબા ક્લાસમાં જતી હતી ત્યારે આ કમલેશ મોબાઇલથી શૂટિંગ કરતો હતો. ત્યારબાદ પણ તેણીની પાછળ ફરી, પીછો કરતો રહ્યો છે. પતિ તેના મિત્ર કમલેશ, સ્ત્રી મિત્ર સોનિયા તથા સસરા એમ ચોમેરથી ઘેરીને ગુજારવામાં આવેલો શારીરિક માનસિક ત્રાસ અસહ્ય બનતાં આખરે પોસ ફરિયાદ નોંધાવાઇ હતી. બનાવ અંગે સબ ઇન્સ્પેક્ટર એમ. ડી. ગામીતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"