ઇન્દોર,તા.૮
મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં અત્યંત હ્રદયદ્રાવક ઘટના બની છે જેમાં ચાર વર્ષની એક આદિવાસી બાળકીનું અપહરણ કર્યા બાદ એક વ્યકિતએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને અંતે કૂવામાં ફેંકીને તેની હત્યા કરી દીધી હતી. પોલીસે ઘટનાના ૨૪ જ કલાકમાં આરોપીને શોધીને તેની ધરપકડ કરી લીધી છે.
ઈન્દોર ઝોનનાં એડીજી વરુણ કપૂરે જણાવ્યું કે બાળકી તેના માતા-પિતા સાથે પોતાના ઘરમાં સૂઈ રહી હતી. ત્યારે આશરે બે વાગ્યે માતા-પિતાને જાણ થઈ કે તેમની દીકરી તેમની સાથે નથી. તેમણે પોતાના ઘરની નજીકમાં તેમની દીકરીની શોધખોળ કરી હતી પરંતુ તેની કોઈ જ ભાળ નહીં મળતા તેમણે નજીકનાં પોલીસ સ્ટેશનમાં દીકરી ખોવાઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ મામલાની તપાસ કરવા માટે એક ખાસ ટીમ તૈયાર કરી હતી. જેમણે નજીકનાં તમામ વિસ્તારોમાં બાળકીને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન તેમને એક કૂવામાંથી બાળકીની લાશ મળી આવી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાતા જાણવા મળ્યું કે બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની કૂવામાં ફેંકી દેવાઈ હતી.
પોલીસે આ ઘટનાની તપાસ હેઠળ ૨૦૦ શકમંદોની પૂછપરછ કરી અને બીજે જ દિવસે ઝાબુઆમાંથી ૩૦ વર્ષીય આદિવાસી નંદી ગમાડની ધરપકડ કરી લીધી. તેણે પોતાનો ગુનો કબૂલી લેતા કહ્યું કે તેણે જ તેનું અપહરણ કર્યું હતું અને જંગલમાં લઈ જઈને તેના પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને કૂવામાં ફેંકી દીધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



