સમગ્ર રાજ્યમાં સુરતના સૌથી વધુ ૯૫ વિદ્યાર્થીઅો એ-વન ગ્રેડમાં ઝળક્યાં
જાહેર પરિણામમાં એ-ટુ ગ્રેડમાં પણ સુરતના સૌથી વધુ ૮૫૬ વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ : ગત વર્ષની તુલનાએ આ વર્ષે સુરતના પરિણામમાં ૧ ટકાના ઘટાડો
સુરત, તા. ૯
ગુજરાત રાજય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સાથે આ વખતે શાળા અને ઇન્ટરનેટ એમ બંને પર એકસાથે એક જ દિવસે પરિણામ જાહેર કરી ેવામાં આવ્યુ છે. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા આપી ચુકેલા રાજયના ૧,૪૭,૩૦૨ વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવામા ંઆવ્યુ હતુ. ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહની સાથે સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યુ હતુ. ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓએ ઉપરોકત સમય દરમ્યાન જે તે શાળામાં જરૂરી પુરાવાઓ રજૂ કરી ગુજકેટના પરિણામનું પ્રમાણપત્ર મેળવી લેવા પહોંચ ગયા હતા. દરમ્યાન ગુજરાત બોર્ડ સિવાયના અન્ય વિદ્યાર્થીઓની ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલવાનું પણ બોર્ડ દ્વારા આયોજન કરાયું છે. ગુજકેટની પરીક્ષામાં કુલ ૧,૩૬,૫૧૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮માં ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહનું પરિણામ ૭૨.૯૯ ટકા જાહેર થયુ હતું. આ પરિણામ, છેલ્લા પાંચ વર્ષના પરિણામ કરતાં સૌથી ઓછુ પરિણામ હતું. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના ભાષાના માધ્યમ પ્રમાણે પરિણામ અંતર્ગત ગુજરાતી માધ્યમનું ૭૨.૪૫ ટકા પરિણામ, જયારે અંગ્રેજી માધ્યમનું પરિણામ ૭૫.૭૮ ટકા આવ્યું હતું વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ હવે સામાન્ય પ્રવાહનુ પરિણામ પણ જાહેર કરવામાં આવનાર છે. સાથે સાથે ધોરણ-૧૦ના બોર્ડનુ પરિણામ પણ હવે ટુંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ઉંચા માર્ક મેળવી લેનાર વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહિત અને ખુશ દેખાતા હતા. વાલીઓ પણ ભારે ખુશ નજરે પડ્યા હતા.
માર્ચ ૨૦૧૯માં ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. બોર્ડ દ્વારા કુલ ૭૧.૯૦ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતનું પરિણામ ૭૭.૮૬ ટકા છે. રાજ્યમાં કુલ ૨૫૪ સ્ટુડન્ટને એ-૧ ગ્રેડ મળ્યાં છે. જેમાંથી સૌથી વધુ ૯૫ સુરતી સ્ટુડન્ટને એ-૧ ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. જ્યારે રાજ્યમાં ૩૬૯૦ સ્ટુડન્ટને એ-૨ ગ્રેડ મળ્યાં છે.
રાજ્યમાં ગત વર્ષે ૧૨ સાયન્સનું પરિણામ ૭૮.૭૭ ટકા જેટલું હતું. જે આ વર્ષ ઘટીને ૭૭.૮૬ જેટલું રહ્યું છે. પરંતુ સુરતમાં આ વર્ષે પણ ઊંચુ પરિણામ આવ્યું છે. સુરતનું કુલ પરિણામ ૭૭.૮૬ ટકા જેટલું આવ્યું છે. રાજ્યમાં કુલ આ વર્ષે ૨૫૪ જેટલા સ્ટુડન્ટ જ એ-૧ ગ્રેડ મેળવવામાં સફળ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ સુરતના ૯૫ જેટલા સ્ટુડન્ટને એ-૧ ગ્રેડ મળ્યાં છે. એ-૨ ગ્રેડની વાત કરીએ તો કુલ ૩૬૯૦ સ્ટુડન્ટને એ-૨ ગ્રેડ મળ્યાં છે. જેમાંથી કુલ ૮૫૬ સ્ટુડન્ટ સુરતના છે.
સૌથી વધુ એ-૧ ગ્રેડ મેળવવાથી સુરતના સ્ટુડન્ટસ અને વાલીઓમાં ઉત્સાહનો માહોલ ફેલાયો છે. બીજી તરફ સ્ટુડન્ટના વાલીઓ શુભકામના પાઠવી રહ્યાં છે. તો સારા પરિણામના કારણે સ્ટુડન્ટ્સ ઝુમી ઉઠ્યાં હતાં.
ધોરણ ૧૨ સાયન્સના જિલ્લાના મુજબ સુરત જિલ્લો- ૭૭.૮૬ ટકા, નવસારી જિલ્લો- ૬૭.૧૧ ટકા, વલસાડ જિલ્લો- ૫૫.૧૬ ટકા, તાપી જિલ્લો- ૪૮.૭૧ ટકા પરિણામ જાહેર થયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



